સેમસંગ પોતાનો સસ્તો સ્માર્ટફોન ઓનલાઈન ૧.૩ બિલીયન લોકોને પહોંચાડવા સજજ
૨૧મી સદીમાં લોકો ઈલેકટ્રોનિક ગેજેટો વિના રહી શકતા નથી ત્યારે મોબાઈલ ફોનની વાત કરવામાં આવે તો અનેક વિધ કંપનીઓ ભારતના ઉપભોકતાઓને એટલે કે ગ્રાહકોને ખુબ જ ઓછા ભાવમાં સ્માર્ટફોન આપી રહ્યા છે અને માર્કેટ શેર ઉપર કબજો પણ કરી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સેમસંગ કંપની પોતાનો માર્કેટ શેર કબજે કરવા ખુબ જ સસ્તા દરે આવનારા ફેબ્રુઆરી માસમાં સ્માર્ટ ફોન બજારમાં મુકી રહ્યા છે.
સેમસંગ એક એવી કંપની છે જેના મોબાઈલમાં જે ફિચર્સ ઉપલબ્ધ છે તેજ ફિચર્સ અન્ય સ્માર્ટ ફોનોમાં પણ જોવા મળે છે પરંતુ સેમસંગના ભાવમાં વધારો હોવાના કારણે લોકો તેની ખરીદી કરી શકતા નથી અને સેમસંગનો ખરીદનાર વર્ગ મધ્યમ વર્ગીય નહીં પરંતુ અમીર વર્ગ મહદઅંશે ખરીદી કરતો હોય છે.
ત્યારે જે માર્કેટ શેર સેમસંગ દ્વારા ગુમાવવામાં આવ્યો છે તેને ફરીથી પ્રાપ્ત કરવા સેમસંગ પોતાના સ્માર્ટ ફોન સસ્તામાં વહેંચી ભારતનો જે બાકી રહેતો માર્કેટ શેર છે તે કબજે કરવાનો પ્રયત્ન કરશે અને સાથો-સાથ જીઓમી જેવી કંપનીને ટકકર પણ આપશે.
એમ સીરીઝના જે મોબાઈલ ફોન બજારમાં આવ્યા છે તેના ભાવ ૨૦ હજારથી ઓછા રાખવાનો નિર્ણય સેમસંગ કંપની દ્વારા કરવામાં આવ્યો છે જે આવનારા ફેબ્રુઆરી માસની પાંચમી તારીખથી ઓનલાઈન મારફતે મળી શકશે. જેમાં એમેઝોન ઈન્ડિયામાં આ એમ સીરીઝના મોબાઈલો મળવાપાત્ર રહેશે.
સેમસંગ દ્વારા સ્માર્ટ ફોનનો ભાવ ૧૦ હજારથી પણ ઓછો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખરાઅર્થમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે જો આ યોજનામાં સેમસંગ કંપની સફળ થાય તો ભારતના ૧.૩ બિલીયન લોકો કે જે ભારતની આબાદીના અડધા માનવામાં આવે છે.
તે ઓનલાઈન ખરીદીમાં પોતાનો સક્રિય ભાગ ભજવે છે જેથી ઓછા બજેટવાળા સ્માર્ટ ફોનથી સેમસંગ મહદઅંશે પોતાનો માર્કેટ શેર કવર કરી શકે છે. સેમસંગના એમ સીરીઝ મોબાઈલની વાત કરવામાં આવે તો આ મોબાઈલ ફોનમાં ૫૦૦૦ એમએમ બેટરી જયારે એમ સીરીઝના ટોપ મોડલમાં ત્રણ કેમેરા, ૬.૨ ઈંચની સ્ક્રીન સાઈઝ સહિત અનેકવિધ ફિચર્સોથી સુસજજ કરવામાં આવશે અને લોકો વચ્ચે તેને મુકવામાં પણ આવશે.