સાઉથ કોરિયાની કંપની સેમસંગે સ્લાઈડર મેકેનિઝમ અને રોટેટિંગ કેમેરાવાળો પોતાનો પ્રથમ સ્માર્ટફોન Samsung Galaxy A80 લૉન્ચ કરી દીધો છે. આ અગાઉ આપણે ઓપ્પો ફાઈન્ડ Xમાં સ્લાઈડર મેકેલનિઝમ અને બીજા ઘણા ફોનમાં રોટેટિંગ કેમેરા જોઈ ચૂક્યા છીએ. સેમસંગે આ બંને ખાસિયતોને એક જ ફોનમાં લૉન્ચ કરી છે.
ફિચર્સ:
- સેમસંગ ગેલેક્સી A80માં 6.7 ઈંચની ફુલ HD+ સુપર એમોલેડ ઈન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 2400X1080 પિક્સલ છે.
- આ ફોનમાં સ્નેપડ્રેગન 730G ઑક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ઘોષણા તાજેતરમાં જ ક્વૉલકમે કરી હતી. એક રીતે જોવા જઈએ તો 730G ચિપ સાથે સાથે આવનારો આ કંપનીનો સૌપ્રથમ સ્માર્ટફોન છે.
- ગેલેક્સી A80 એન્ડ્રોયડ 9 પાઈ બેઝ્ડ વન UI પર રન થાય છે.
- ફોનમાં 8GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યા છે. જોકે, મેમરી વધારવા માટે તેમાં માઈક્રોએસડી સ્લૉટ આપવામાં આવ્યો નથી.
- ડ્યૂઅલ સિમ કાર્ડ સપોર્ટ સાથે આવનારા આ ફોનમાં 3700 mAh બેટરી આપવામાં આવી છે.
- સેમસંગનો આ પ્રથમ ફોન છે જેમાં 48MPનું સેન્સર આપવામાં આવ્યું છે.
- ગેલેક્સી A80માં ટ્રિપલ લેન્સ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
- ફોનમાં f/2.0ની સાથે 48MPનું મેઈન સેન્સર, 8MPનું 123 ડિગ્રી અલ્ટ્રાવાઈડ સેન્સર અને એક ToF ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે.
- ફોનની ડિસ્પ્લે પર એક અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.
- બ્લેક, ગોલ્ડ અને વાઈટ કલરમાં આવનારા આ ફોનમાં ફેસ અનલૉક સપોર્ટ અત્યારે આની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપની આ નવા ફોનનું વેચાણ 29 મેથી શરૂ કરશે.