કલર, ફીચર્સ અને સહેલાઇથી ખરીદી શકાય તેવી કસ્ટમર સ્કીમ સેમસંગને વ્યાપક વપરાશકારો સુધી પહોંચાડશે
ભારતની સૌથી વિશાળ ક્ધઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી એ-14 ફાઇવ-જી અને ગેલેક્સી એ-23 ફાઇવ-જીના લોન્ચની જાહેરાત કરવામાં આવી હતી. લોકપ્રિય ગેલેક્સી એ સિરીઝમાં આ નવા ઉમેરાનું લક્ષ્ય કિફાયતી કિંમતે નવીનતમ ગેલેક્સી ઈનોવેશન્સનું સંપૂર્ણ પેકેજ આપીને અદભુત ટેકનોલોજીનો લાભ લોકોને મળે તેવો હેતુ છે. સેમસંગ ફાઇવ-જી ડિવાઈસીસના વ્યાપક પોર્ટફોલિયો સાથે ભારતમાં ફાઇવ-જી અપનાવવાનું પ્રેરિત કરી રહી છે. ગેલેક્સી એ-14 ફાઇવ
-જી અને એ-23 ફાઇવ-જીના લોન્ચ સાથે સેમસંગ હવે દેશમાં ફાઇવ-જી ડિવાઈસીસનું વ્યાપક વિતરણ ધરાવે છે. આ ડિવાઈસીસ અમારી પ્રીમિયમ ડિઝાઈન છે અને ઉદ્યોગ અવ્વલ વિશિષ્ટતાઓ સાથે આવે છે, જેમ કે, રેમ પ્લસ સાથે 16 જીબી રેમ અને 5000 એમએએચ બેટરી. ફક્ત આઇએનઆર 14999ની ચોખ્ખી અસરકારક કિંમત સાથે આ ડિવાઈસીસ ફાઇવ-જી દરેકને પહોંચક્ષમ બનાવવા માટે અમારો ધ્યેય પ્રેરિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે, એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.
ગેલેક્સી એ-14 ફાઇવ-જી રૂપ રંગમાં સેમસંગની ચિવટ ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેકનો સમાવેશ થાય છે. ગેલેક્સી એ-23 ફાઇવ-જી ત્રણ આકર્ષક રંગો સિલ્વર, ઓરેન્જ અને લાઈટ બ્લુમાં આવે છે.ગેલેક્સી એ-14 ફાઇવ-જી એકદમ સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90 એચઝેડ રિફ્રેશ રેટ સાથે 6.6 એચ.ડી.+ ડિસ્પ્લે સાથે આવે છે. 6.6 ફૂલએચડી+ સ્ક્રીન સાથે ગેલેક્સી એ-23 ફાઇવ-જી રોમાંચક ક્ધટેન્ટ વ્યુઈંગ અનુભવની ખાતરી રાખે છે. ગેલેક્સી એ-23 ફાઇવ-જીનો કક્ષામાં અવ્વલ 120 એચઝેડ રિફ્રેશ રેટ સ્મૂધ સ્ક્રોલિંગ અને ફ્લુઈડ સ્ક્રીન ટ્રાન્ઝિશન્સ અભિમુખ બનાવે છે.