સેમસંગ પોતાના નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S9ને આવતા વર્ષે એટલે કે 2018માં લોન્ચ કરશે. સેમસંગ Galaxy S9 અને S9+ને આવનારી ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે. જે 26મી ફેબ્રુઆરી થી 1લી માર્ચ સુધી બાર્સેલોનામાં યોજાવાની છે.
ત્યારે લોન્ચ પહેલા જ ગેલેક્સી એસ9 ફોનના કેટલાક ફોટો્ઝ લીક થઈ ગયા છે. આ પહેલા જાણકારી આવી હતી કે કંપની Galaxy S9ના ત્રણ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં Galaxy S9, Galaxy S9+ અને Galaxy S9 Mini હશે. હાલમાં લીક થયેલા રિપોર્ટ મુજબ મીની વેરિયન્ટમાં 5 ઈંચની ડિસ્પલે હશે, જ્યારે બાકીના વેરિયન્ટસમાં 2017 જેવી જ ડિસ્પલે હશે.
આ ત્રણેય મોડલ્સમાં સેમસંગની ડ્યુઅલ એડ્ઝ કર્વ્ડ ઈન્ફિનીટી ડિસ્પલે હશે. કંપની Galaxy S9માં ડ્યુઅલ કેમેરા સાથે લેન્સ પર BABR (બ્રોડ-બેન્ડ એન્ટિ-રિફ્લેક્શન) કોટિંગ અને DSLR લેન્સનો ઉપયોગ કરી શકે છે ઉપરાંત ફિંગરપ્રિન્ટ સેન્સરની જગ્યા પણ કંપની બદલી શકે છે.
જીકબેન્ચ લિસ્ટિંગમાં જાહેર થયું કે સ્માર્ટફોનમાં સેમસંગની નેક્સ્ટ જનરેશન ચીપસેટ, એક્સીનોસ 9 સીરીઝ 9810 સાથે 4GB રેમ હશે. સેમસંગે હાલમાં જ એક્સિનોસ 9810 ચીપસેટની જાહેરાત કરી છે, જે સેકન્ડ જનરેશન ચીપ છે.
તેમાં થર્ડ જનરેશનના કસ્ટમ કોર CPUને GPUમાં અપગ્રેડ કરાયું છે, અને તે ગીગાબીટ સ્પીડ ટ્રાન્સફરને સપોર્ટ કરશે. જે એપલના નવા લોન્ચ થયેલા iPhone માં પણ નથી. ફોનમાં સ્નેપડ્રેગન 854 પ્રોસેસર હોય તેવી પણ માહિતી છે, અને લિસ્ટિંગમાં જાહેર કરાયા મુજબ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે.
સેમસંગ Galaxy S9 અને S9+ને આવનારી ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે. જે 26મી ફેબ્રુઆરી થી 1લી માર્ચ સુધી બાર્સેલોનામાં યોજાવાની છે.