સાઉથ કોરિયા ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગના બે નવા સ્માર્ટફોન Galaxy S9  અને Galaxy S+ આજકાલ ચર્ચામાં છે. મહત્વપૂર્ણ બાબત છે કે આ બે સ્માર્ટફોનને લઇને બજારમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બે સ્માર્ટફોનને સેમસંગ 2018ના મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં રજૂ કરશે.

રિપોર્ટ અનુસાર સેમસંગ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટ પહેલા જાન્યુઆરી 2018માં કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં દુનિયા સામે Galaxy S9 અને Galaxy S9+ રજૂ કરશે. કન્ઝ્યૂમર ઇલેટ્રોનિક્સ શો ઇવેન્ટ 208 લાસ વેગસાં આયોજીત કરવામાં આવશે.

સેમસંગનો Galaxy S9 અને Galaxy S9+ અંગે એક્સપર્ટનું કહેવું છે કે આ બન્ને ફ્લેગશિપ સ્માર્ટફોનને Mwc 2018 માં લોન્ચ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે બન્ને સ્માર્ટફોનનો કોડ Star 1  અને Star 2 છે.

જો વાત કરવામાં આવે તેના ફીચર્સની તો 

  • તેમાં 5.8 ઇંચ અને 6.2 ઇંચ કર્વ્ડ એજ સુપર એમોલેડ ઇનફિનિટી ડિસપ્લે હશે.
  • Galaxy S9+માં 6GB રેમ અને ડ્યુઅલ રિયર કેમરો ઉપલબ્ધ હશે.
  • બન્ને મોડેલમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ અને માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે.
  • આ ઉપરાંત Galaxy S9 અને Galaxy S9+ 64GB અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટમાં આવશે.
  • ત્યારે S9 256 સ્ટોરેજના લીમિટેડ વેરિયેન્ટમાં ઉપલબ્ધ બની શકે છે.
  • એન્ડ્રોઇડ ઓરિયો 8.0 અને ક્વોલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે.
  • જોકે ભારતમાં ફોન ક્વોલકોમની જગ્યાએ EXynos  ચિપ સાથે લોન્ચ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.