ફેસ્ટિવલ સીજન ભલે ખત્મ થઈ ગઈ હોય પરંતુ મોબાઈલ કંપનીઓ હજુ પણ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે બેસ્ટ ઓફર આપી રહી છે.સેમસંગે દિવાળી બાદ સેમસંગ કાર્નિવલ શરું કર્યો છે.તેમાં સેમસંગ તરફથી તેના ફ્લેગશિપ સ્માર્ટફોન સાથે બીજા ઘણા સ્માર્ટફોનની કિમતમાં ઘટાડો કર્યો છે.
દક્ષિણ કોરિયાની મોબાઈલ નિર્માતા કંપની સેમસંગે પોતાની વેબસાઇટમાં 30 ઓક્ટોમ્બર સુધી ચાલતા સેલમાં પોતાના સ્માર્ટફોનને સસ્તામાં વહેચવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત સેમસંગે ઇ-કોમર્સ વેબસાઇટ પર આ મોબાઇલની ખરીડી આઇસીઆઇસીઆઇ બેન્કના કાર્ડથી કરો તો તેમાં 5% અતિરિક્ત કેશબેક મળશે. એટલું જ નહીં બજાજ ફાઇનનાસ સાથે 0% વ્યાજ પર ઇએમઆઇનો વિકલ્પ પણ આપીયો છે.તો ચાલો જાણીએ સેમસંગે પોતાના ક્યાં સ્માર્ટફોનો પર ડીસ્કાઊંટ આપી રહી છે.
Galaxy On5
કંપનીની વેબસાઇટ પર મળતા 7,490 રૂપિયાની કિમત વાળા આ ફોન પર 800 રૂપિયાની છૂટ સાથે 6,690 રૂપિયાની કિમત નક્કી કરી છે. આ ફોનમાં તમને 5 ઇંચની ડિસ્પ્લે અને 8 મેગાપીક્સલ રિયર અને 5 મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Galaxy On7
સામાન્ય રીતે 7,990 રૂપિયામાં મળતા સેમસંગ ગેલેક્સી ઓન7 માં કંપનીએ 1000 રૂપિયાનું ડિસ્કાઊંટ આપી રહી છે.
Galaxy On5 Pro
સેમસંગે વઘુ એક બજેટ સ્માર્ટફોન પર સેમસંગ ગેલેક્સી ઓન 5 પ્રો પર પણ 500 રૂપિયાનું ડિસ્કાઊંટ આપ્યું છે. આ ફોનની બજાર કિમત 7,490 રૂપિયા છે. પરંતુ સેમસંગની વેબસાઇટમાં આ ફોન 6,990 રૂપિયા છે.
Galaxy J3 Pro
ગેલેક્સી જે3પ્રો ફોનને તમે સેમસંગ કાર્નિવલ ઓફરમાં 7,590 રૂપિયામાં ખરીદી શકશો. 7990 રૂપિયાની કિમતવાળા આ ફોનમાં કંપની તરફથી 400 રૂપિયાનું ડિસ્કાઊંટ મળી રહ્યું છે.
Galaxy On7 Pro
ઓપન માર્કેટમાં 8,990 રૂપિયામાં મળતા આ ફોન તમે વેબસાઇટ પરથી 8,190 રૂપિયામાં ખરીદી શકશો.
Galaxy On Nxt
સેમસંગ ગેલેક્સી ઓન નેક્સ્ટ ફોન તમે 14,900 માં ખરીદી શકશો. આ હેનસેટની કિમત બજારમાં 15,900 રૂપિયા છે. આ ફોનમાં 5.5 ઇંચની ડિસ્પ્લે સકઠે 64 GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં કંપની 1000 રૂપિયાનું ડિસ્કાઊંટ આપી રહી છે.
Galaxy On Max
આ ફોન પર પણ કંપની 1000 રૂપિયાની છૂટ આપી રહી છે. આ ફોન તમે 15,900ની કિમતમાં ખરીદી શકશો આ ઉપરાંત કંપની આ ફોન સાથે એક્સચેન્જ ની પણ ઓફર પણ આપી રહી છે.
Galaxy S8
આ ફોનની કિમત 57,900 રૂપિયા છે પરંતુ આ ઓફરમાં કંપની આ ફોનને 53,900 રૂપિયામાં વહેચી રહી છે. ત્યારે સેમસંગ ગેલેક્સી એસ પ્લસ 64,900 ની જગ્યાએ 58,900 રૂપિયામાં આપી રહી છે. આ બંને ફોનમાં 4,000 રૂપિયાનું કેશબેક ની ઓફર પણ આપી રહી છે.