સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી J7 પ્લસ લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોનમા એક કે બે નહીં પરંતુ 3 કેમેરા આપવામાં આવ્યા છે. તેમાથી 2 રિયલ કેમેરા અને 1 ફ્રન્ટ કેમેરો છે. લોન્ચ થયા પહેલા આ સ્માર્ટફોનના અમુક સ્પેસિફિકેશન ઓનલાઈન લીક થઈ ગયા હતા. આ સ્માર્ટફોનનું પ્રિ-બુકિંગ થાઈલેંડમાં શરૂ થઈ ગયું છે. હાલ ભારતીય બજારમાં આ સ્માર્ટફોનને આવતા હજુ વાર લાગશે.
મેટલ બોડીવાળા આ સ્માર્ટફોનમા 5.5 ઇચની ફૂલ એચડીસુપર ઇમોલીડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમા 2.4 ગિગાહર્ટનું ઓક્ટા-કોર મીડિયાટેક હિલિયો પી-20 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 4 GBની આરઇએમ અને 32 GBની ઇન્ટરનળ મેમરી આપવામાં આવી છે
આ સ્માર્ટફોનમાં બે રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં પેહલા કેમેરામાં F/1.7 અને LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ અને બીજા કેમેરામાં અપચર/1.9 સાથે 5 મેગાપિક્સલનો હશે જ્યારે સેલ્ફિ માટે નો ફ્રન્ટ કેમેરો 13 મેગાપીક્સલનો હશે. અહી કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ સ્પોર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આ સ્માર્ટફોનમા એકી ખાસ ફીચર એ પણ છે કે આ સ્માર્ટફોનમા એક સાથે બે વોટ્સએપ ચલાવી શકાશે.