કાલે સવારે નિવૈદ પથ ઉધાનમાં પૂ. ગૂરૂ તથા મુમુક્ષુનો પધરામણી અંતિમ વિજય તિલક સકલસંઘ વધામણા, નૂતન નામકરણ વગેરે કાર્યક્રમ સરવાણી
વર્ધમાન જૈન સંઘના આંગણે 42 વર્ષના દીર્ધ સમય બાદ દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આચાર્ય ભગવંત પૂ. હર્ષશીલસુરીજી મહારાજ આદિની પાવન નિશ્રામાં રાજકોટના કાંતિલાલ પ્રેમચંદભાઈ શાહ પરિવારમાં મુમુક્ષુ ચિ. નિસર્ગકુમાર હિતેનભાઈ શાહ આવતીકાલે તા.7મીના શનિવારે પ્રવ્રજયા ગ્રહણ કરીને વીરપ્રભુમા પ્રશસ્ત માર્ગને અજવાળશે.
તા.29મીથી મુમુક્ષુ નિસર્ગકુમારના દીક્ષા મહોત્સવ નિમિતે દરરોજ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. આજે સવારે મુમુક્ષુ ચિ. નિસર્ગકુમારનો વર્ષીદાનની રથયાત્રાનો મુમુક્ષુના નિવાસ સ્થાનેથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે આ હર્ષશીલસુરીજી મહારાજ આદિઠાણા તથા પૂ. સાધ્વીજી ભગવંતો આદિઠાણાની નિશ્રા રહી હતી.
આજે સાંજે 7.30 કલાકે મુમુક્ષુ નિસર્ગકુમારનો વિદાયસમારોહ વર્ધમાનનગર સંઘમાં યોજાશે જેમાં મુંબઈના જૈનમ વારૈયા સંગીત પીરસશે તથા અમદાવાદના ભાવિક મહેતા સંવેદનાના સૂર રેલાવશે. મુમુક્ષુ રત્નો અંતિમ વિદાય તિલકનો ચઢાવો બોલવામાં આવશે. કાલે છેલ્લા આઠ આઠ દિવસથી ચાલતા દીક્ષા મહોત્સવનો છેલ્લો દિવસ છે. મુમુક્ષુ નિસર્ગકુમાર કાલે સયંમના માર્ગ પ્રયાણ કરશે અને આત્મકલ્યાણ માટેનો પુરૂષાર્થ કરશે.કાલે પ્રવ્રજયા મહોત્સવની વિગતો અનુસાર વિજય રામચંદ્રસુરી નિર્વેદપથપર ત્રિભુવન ભવન સ્થાનકવાસી જૈનબોર્ડિંગ માલવીયા પેટ્રોલ પંપની સામે રાજકોટ ખાતે મુમુક્ષુ નિસર્ગ કુમારનો દીક્ષા મહોત્સવ ઉજવાશે.
કાલે હર્ષશીલ સુરીજી મ. આદિની નિશ્રામાં સવારે પાંચ વાગે નિર્વેદપથ ઉધાનમાં મુમુક્ષુ નિસર્ગકુમાર સહિત સાધુ સાધ્વીજી ભગવંતો પ્રવેશ સવારે છ વાગે સકલ સંઘ વધામણા સવારે 7.22 કલાકે રજોહરણ પ્રદાણપણ તથા સવારે 9.18 કલાક મંગલમુહુર્ત કેશ લૂંચન સવારે 10.17 કલાકે નૂતન પરિધામ નૂતન અભિધાન નૂતન નામકરણની ઘોષણા થશે. સવારે 10.45 કલાકે હિતશિક્ષાથી નીજ હિતોનું સ્પદન નિર્વેદપથ યાત્રીને તમે સાચા સાધુ બનજો વિષય પર બેનમુન પ્રવચન યોજાશે.
આ કાર્યક્રમમાં અમદાવાદની ભાવિક મહેતા મંચ સંચાલન કરશે. જયારે મુંબઈના જૈનમ વારૈયા ભકિત સંગીત રજૂ કરશે અને દીક્ષા મહોત્સવનું સમાપન થશે.