સેવાકીય પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપતું અદભુત આયોજન: નારાયણ વેલાણી
રાષ્ટ્ર અને સમાજના સર્વાગી વિકાસ માટે સેવાના માઘ્યમથી સતત કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી દ્વારા દર પાંચ વર્ષ રાજયસ્તરના સમરસતા સેવા સંગમનું આયોજન કરવામાં આવે ત્યારે આ વર્ષે સ્વામી વિવેકાનંદજીના જન્મદિને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીલા સંમેલન સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘ અખિલ ભારતના પ્રમુખ સુનીલભાઇ મહેતા સહીતના ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રિય સ્વયઁસેવક સંઘના ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ નારાયણ વેલાણી એ જણાવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી સેવાભારતી નામનું એન.જી. ઓ ચાલે છે. આ સંસ્થા જે તે સંજોગોમાં ગુજરાતના લોકોને મદદરુપ બને છે. ઉપરાંત સેવાકીય કામ કરતી અલગ અલગ સંસ્થા સાથે કામ કરે છે. તો તમામ સેવાકીય કાર્યો કરતી સંસ્થાનું સંકલન થાય અને સાથે મળી વધુને વધુ સેવાકીય કાર્ય થાય તે માટે સમરસતા સેવાસંગમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ ને
માર્ગદર્શન માટે ઘણા અધિકારીઓ પધાર્યા હતા.