ફોર્મ્યૂલા પાવડર અને ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે મોકલાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના બે નામી મેડિકલ સ્ટોરમાંથી સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નાનામવા રોડ પર શાસ્ત્રીનગરની સામે બિઝનેશ ટર્મીનલમાં આવેલી એપોલો ફાર્મસીમાંથી નેસ્લે નન પ્રો ફોલોઅપ ફોર્મ્યૂલા પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
જ્યારે રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં સાંકેત પ્લાઝામાં આવેલા દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાંથી એલકેમ એટુઝેડ એનએસ પ્લસ ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ પર ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં રૈયારાજ કોલ્ડ્રીંક્સ, ધનંજય કોલ્ડ્રીંક્સ, રાજ કોલ્ડ્રીંક્સ, પટેલ પાન, મેલડી માં ટી સ્ટોલ, શ્રી ખોડિયાર ફરસાણ, રાધે ટી સ્ટોલ, ગાંધી સોડા, શ્રી શક્તિ પાન કોર્નર, શ્રી શક્તિ ટી સ્ટોલ, ડીલક્સ પાન, જોકર ગાંઠીયા, શિતલ પાર્લર, કૈલાશ ભેળ, ન્યૂ ભારત પાન, કનૈયા રેસ્ટોરન્ટ, ભગવતી સેલ્સ એજન્સી, શ્રી બજરંગ પાન, શ્રી ચામુંડા ફરસાણમાં ચેકીંગ દરમિયાન 16 સ્થળોએથી ખાદ્ય સામગ્રીના નમૂના લઇ પરિક્ષણ કરાયું હતું.g