કભી બી બેક સ્ટુડિયો, ભવાની સેલ્સ એજન્સી, એટીએમ કેક શોપ, લેયર ધ બેક શોપ, કૌશલ બેકરી, આસ્થા બેકરી, ભારત બેકરી, સિલ્વર બેકરી અને ઈન્ડિયા બેકરીમાં ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કેક શોપ અને બેકરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ સ્થળેથી અલગ-અલગ પ્રકારની કેકના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા અમીનમાર્ગ પર કભી બી બેક સ્ટુડિયોમાંથી લુઝ કસાટા પેસ્ટ્રી, કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં શ્રી ભવાની સેલ્સ એજન્સી મોનજીનીસ કેક શોપમાંથી લુઝ સ્વીસ ચોકલેટ કેક, કોટેચા ચોકમાં એટીએમ કેક શોપમાંથી લુઝ વાઈટ ફોરેસ્ટ કેક, યુનિવર્સિટી રોડ પર લેયર ધ બેક શોપમાંથી બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, રૈયા રોડ પર કૌશલ બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક, રૈયા રોડ પર આસ્થા બેકરીમાંથી પાઈનેપલ કેક, ભારત બેકરીમાંથી ચોકલેટ કેક, મવડી રોડ પર સિલ્વર બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક અને ત્રિકોણબાગ પાસે ઈન્ડિયા બેકરીમાંથી ઓરેન્જ વેનિલા કેકનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.