યુનિવર્સિટી રોડ, પેડક રોડ, વિરાણી ચોક, સંતકબીર રોડ, ડો. યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ૨૨ વેપારીઓને ત્યાં ચેકિંગ: બેને નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા દરોડાનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે. આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૩ સ્થળેથી સોનપાપડી, દાળમુઠ અને નાનખટાઈના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બે વેપારીને નોટિસ ફટકારી વાસી અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે પેડક રોડ પર પ્રેમ નમકીનવાલામાંથી ભગત સોનપાપડી, વિરાણી ચોકમાં રાજ મંદિર ફરસાણમાંથી લુઝ દાળમુઠ અને ત્રિકોણબાગ ખાતે ઈન્ડિયા બેકરીમાંથી પાઈનેપલ જેમ્સ નાનખટાઈના નમુના લઈ પરિક્ષણ અર્થે મોકલાયા છે. જ્યારે યુનિવર્સિટી રોડ પર ભારત ડેરી ફાર્મ, રામકૃપા ડેરી, ખોડીયાર ફરસાણ-સ્વીટ, બહુચરાજી ફરસાણ, અમૃત ડેરી ફાર્મ, રામવિજય ડેરી ફાર્મ, કૈલાસ ફરસાણ-સ્વીટ, મધુભાઈ ચેવડાવાળા, ભગવતી ફરસાણ, પટેલ સ્વીટ એન્ડ ડેરી, આનંદ સ્વીટ, પેડક રોડ પ્રેમ નમકીનવાળા, વિરાણી ચોકમાં રાજ મંદિર ફરસાણ, સંતકબીર રોડ પર મહાકાળી ફરસાણ, ગુજરી બજાર ચોકમાં શ્રીરામ સ્વીટ માર્ટ, શક્તિ સ્વીટ માર્ટ, મહેતા સ્વીટ માર્ટ, કોઠારીયા નાકે અરૂણભાઈ ગૌસ્વામી અને જયભૈરોનાથ નમકીન સેન્ટર જ્યારે યાજ્ઞીક રોડ પર સ્ટ્રીટ કીચન સહિત કુલ ૨૨ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખોડીયાર ફરસાણ-સ્વીટમાંથી ૮ કિલો વાસી મીઠાઈનો જથ્થો મળી આવતા તેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે સ્ટ્રીટ કીચનને ફૂડ લાઈસન્સ ન હોવા સબબ નોટિસ આપવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી સતત ફરસાણ, મીઠાઈ અને ડ્રાયફૂટના વેપારીને ત્યાં દરોડાની કામગીરી ચાલુ જ છે.