શ્રાવણ માસમાં બિનફરાળી ખાદ્ય પદાર્થ ખાઈને કોઈનો ઉપવાસ ભંગ ન થાય તે માટે આરોગ્ય શાખા સક્રિય
શ્રાવણ માસમાં ઉપવાસ કરતા ભાવિકોનો ઉપવાસ ભેળસેળીયો કહેવાતા ફરાળી ખાદ્ય પદાર્થ ખાઈ ન અભડાય તે માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સક્રિય થઈ ગઈ છે. આજે અલગ અલગ સ્ળોએથી ફરાળી ખાખરા, ફૂલવડી લોટ અને બિસ્કીટના નમૂના લઈ પરિક્ષણ ર્એ વડોદરા સ્થિતિ સરકારી લેબોરેટરમીાં મોકલવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા રૈયા સર્કલ પાસે કે.ડી.સેલ્સ કોર્પોરેશનમાંથી વેલબેકડ થવુ બીડ ફરાળી ખાખરા, કાલાવડ રોડ પર ક્રુપા એન્ટરપ્રાઈઝમાંથી ટેસ્ટી બ્રાન્ડ ફરાડી કુકીઝ, પ્રહલાદ મેઈન રોડ પર ગુજરાત ટી સેન્ટરમાંથી સુરત બ્રાન્ડ ફરાળી ખાખરા, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મહાદેવ માર્કેટમાંથી કટક-બટક બ્રાન્ડ ફુલવડી, રૈયા રોડ ગોલ્ડ સુપર માર્કેટમાંથી ટેસ્ટ બ્રાન્ડ ફરાળી ખાખરા અને અમીન માર્ગ પર ચંદન પ્રો.સ્ટોરમાંથી ફરાળી લોટનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. નમુનાનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે ફૂડ અને સ્ટાડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ફરાળી પેટીસમાં વપરાતો લોટ તપકીરનો હોવાના બદલે મકાઈનો હોવાનું છેલ્લા બે વર્ષી પુરવાર થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે શ્રાવણ માસના આરંભે જ આરોગ્ય શાખા દ્વારા શહેરમાં વેંચાતી ફરાળી વાનગીના નમૂના લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.