ભક્તિનગર સર્કલ, કોઠારીયા રોડ, વાણીયાવાડી મેઇન રોડ, સહકાર રોડ અને ગાયત્રી નગર વિસ્તારમાં 17 પેઢીઓમાં ચેકીંગ
રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 80 ફૂટ રોડ, કોઠારીયા રોડ, વાણીયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ અને ગાયત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની 27 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ લાઇસન્સ સંદર્ભે 8 પેેઢીને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ સ્થળેથી સીંગતેલ, કપાસીયા તેલ, લીલી ચટણી અને રાજગરાની ભાખરીના નમૂના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
ચેકીંગ દરમિયાન જલારામ પેટીસ, મુરલીધર પેટીસ, સમર્પણ પેટીસ, શક્તિ વિજય ફરસાણ, જલારામ ડેરી ફાર્મ, શ્રીઅશોક ડેરી ફાર્મ, શ્રી ગૌતમ ફરસાણ, ભાનું પેટીસ, જલિયાણ ફરસાણ, ઉમિયા ફરસાણ, જય સિયારામ ફરસાણ, મહાવીર નમકીન, શ્રી ધારેશ્ર્વર ડેરી ફાર્મ, જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, અશોક વિજય ડેરી ફાર્મ, સત્યમ ડેરી ફાર્મ, દિલિપ ડેરી ફાર્મ, જય કિશાન ડેરી ફાર્મ, મુરલીધર ફરસાણ, ગણેશ ડેરી ફાર્મ, નવનીત ડેરી ફાર્મ, શ્રીરાધેશ્યામ ડેરી ફાર્મ, માટેલ ડેરી ફાર્મ, કનૈયા ડેરી ફાર્મ, ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભારત ડેરી ફાર્મ, વિકાસ ડેરી ફાર્મ ચેકીંગ દરમિયાન સિલ્વર પોઇલવાળી મિઠાઇ, કાજુકતરી, પેંડા સહિત 22 નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રૈયા રોડ પર સદ્ગુરૂ તીર્થધામ સામે ભગવતી સ્વીટ એન્ડ ફરસાણમાંથી કટક-બટક, રાજગરા ભાખરી, ટાગોર રોડ પર મહેન્દ્ર ઓઇલ મીલમાંથી કિશાન બ્રાન્ડ ડબલ ફીલ્ટર સીંગતેલ, કોઠારીયા રોડ પર ઉમિયાજી મીલ ઓઇલમાંથી રોયલ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ, પુષ્કરધામ મેઇન રોડ પર રામ લીલી ચટણીમાંથી લીલી ચટણી જ્યારે અન્ય એક ઓઇલમાંથી સીંગતેલ તથા કપાસીયા તેલનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.