ઘી અને શ્રીખંડના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ: ૧૦ સ્થળેથી ઘી અને ૩ સ્ળેથી શ્રીખંડના નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘી અને શ્રીખંડના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હેન્સ સમપ્રિતી એગમાર્ક ઘી, ડેરી બેસ દેશી ઘી, ગોવર્ધન પ્રયોર ઘી, માહિતી ઘી, અમુલ શુધ્ધ ઘી અને પ્રિમીયા ઘી તા કેશર, ફૂટ અને મેગો ડ્રાયફૂટ શ્રીખંડના નમૂના લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા પંચાયતનગર બસ સ્ટોપની બાજુમાં બાલાજી સુપર માર્કેટમાંથી હેન્સ સમપ્રિતી એગમાર્ક ઘી, લક્ષ્મીનગર મેઈન રોડ પર કે.કે.સેલ્સમાંથી ડેરી બેસ્ટ ઘી, નાના મૌવા મેઈન રોડ પર સૂર્યનગરમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી ગોવર્ધન પ્રયોર ગાયનું ઘી, રૈયા રોડ પર રઝાનગર-૩માં આકાશ એન્ટરપ્રાઈઝમાંથી વાસ્તુ પ્રિમીયમ ગાયનું ઘી, ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પ્રોવિઝન સ્ટોરમાંથી માહિતી બ્રાન્ડ ઘી, ખુણે પટેલ એજન્સીમાં અમુલ શુદ્ધ ઘી, ઉદ્યોગનગરમાંથી રામદેવ સેલ્સ એજન્સીમાંથી શોપાન ગાયનું ઘી, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ રિટેલ લીમીટેડમાંથી અમુલ ગાયનું ઘી તા સાગર ગાયનું ઘી, કે.કે.સેલ્સમાંથી ડેરી બેસ્ટ દેશી ઘી, ગોંડલ રોડ પર એવન્યુ સુપર માર્કેટ ડિ-માર્ટમાંી ડિ-માર્ટ પ્રિમીયા ગાયના ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગાયત્રીનગર મેઈન રોડ પર જલારામ ચોકમાં મહેશ વિજય ડેરી ફાર્મમાંથી લુઝ કેશર શ્રીખંડ, ગાયત્રીનગર મેઈન રોડ પર રાજબેંકની બાજુમાં બલરામ ડેરી ફાર્મમાંથી લુઝ ફ્રુટ શ્રીખંડ અને નારાયણનગર મેઈન રોડ પર ત્રિશુલ ચોકની બાજુમાં તુલસી ડેરી ફાર્મમાંથી લુઝ મેંગો ડ્રાયફૂટ શ્રીખંડનો નમૂનો લઈ પરીક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.