અલગ-અલગ ૮ સ્થળોએથી આરોગ્ય શાખા દ્વારા ખાદ્યસામગ્રીનાં નમુના લેવાયા: રાત્રી બજારમાં ચેકિંગ દરમિયાન ૧૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ: ૨૩ વેપારીઓને નોટિસ

મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં પંચાયત ચોક અને કાલાવડ રોડ પર વિલિયમ્સ ઝોન્સ પીઝામાંથી લેવામાં આવેલા સેઝવાન સોસ અને પીઝા સોસનાં નમુના પરીક્ષણમાં ફેઈલ થયા છે. આજે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન ૮ સ્થળેથી ખાદ્ય સામગ્રીનાં નમુના લઈ ચેકિંગ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાત્રી બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૨૩ રેકડીઓની ચકાસણી કરી ૧૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં હરીકૃષ્ણ હોસ્પિટાલીટીનાં વિલિયમ્સ ઝોન પીઝામાંથી લુઝ સેઝવાન સોસ નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.  ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટનાં નકકી કરેલા ધારાધોરણ મુજબ સોસની ગુણવતા ન હોવાનાં કારણે બંને સોસનાં નમુના ફેઈલ જાહેર કરવામાં આવ્યા છે. આજે વાવડી વિસ્તારમાં કિશન ગૃહ ઉધોગમાંથી લુઝ યુઝડ ફાઈંગ ઓઈલ, ઢેબર રોડ પર ત્રિમુર્તી ડેરીફાર્મમાંથી લુઝ ભેંસનું દુધ, સાધુ વાસવાણી રોડ પર મોમાઈ પુરી શાકમાંથી લુઝ યુઝડ ફાઈંગ ઓઈલ, ઉધોગનગર-૩માં પંડિત ઉમાકાંતમાં શ્યામ ગૃહ ઉધોગમાંથી યુઝડ ફાઈંગ ઓઈલ, ગોંડલ રોડ પર સાધના રેસ્ટોરન્ટમાંથી સેવ-ટમેટાનું શાક, ખીજડાવાળા મેઈન રોડ પર યશ સ્વીટ માર્ટમાંથી ચણાનું મૈસુબ, ભાવનગર રોડ પર ભોલા નમકીનમાંથી યુઝડ ફાઈંગ ઓઈલ તથા ભુતનાથ ગૃહ ઉધોગમાંથી યુઝડ ફાઈંગ ઓઈલનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.  શહેરનાં રામનાથપરા મેઈન રોડ, કુવાડવા રોડ પર રાત્રી બજારમાં ૧૨ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. સરદારનગર મેઈન રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, મહાદેવવાડી મેઈન રોડ પર ૧૧ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ૧૧ કિલો અખાદ્ય ખોરાકનાં જથ્થાનો નાશ કરી કુલ ૨૩ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.