હનુમાન મઢી ચોક, કોટેચા ચોક, રાજનગર, ઓમ નગર અને 40 ફૂટ રોડ પર ખાણીપીણીની 40 દુકાનોમાં ચેકીંગ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્કમાં આવેલા શિતલ સુપર માર્કેટમાંથી કાળા મરીના નમૂના અને મંગળા રોડ પર પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી શુદ્વ ઘીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે હનુમાન મઢી, કોટેચા ચોક, રાજનગર સહિતના વિસ્તારોમાં મુરલીધર ફરસાણ, પારસ સ્વીટ, શક્તિ પાન, ક્રિષ્ના ખમણ હાઉસ, આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, ડિલક્ષ પાન, કિસ્મત રેસ્ટોરન્ટ, કિસ્મત હોટેલ, ઇન્દોરી સ્વાદ, મહાવીર મિલ્ક પાર્લર, સાગર ફરસાણ, યાદવ ફૂડ ઝોન, ઉમિયાજી શોપિંગ સેન્ટર, અંબાજી ફરસાણ, રસિકભાઇ ચેવડાવાળા, કૈલાશ ફરસાણ, જય સીતારામ ટી સ્ટોલ, પટેલ કોલ્ડ્રીંક્સ, શ્રીનાથજી ડેરી ફાર્મ અને ગાંધી સોડા શોપ ઉપરાંત 40 ફૂટ રોડ અને ઓમ નગર વિસ્તારમાં મધુવન ડેરી, ઉમા કોલ્ડ્રીંક્સ, ખોડીયાર સ્વીટ માર્ટ, ખોડલ હોટેલ, રવિ ખમણ, શ્રીજી કોલ્ડ્રીંક્સ, રામેશ્ર્વર ડેરી, ગાંધી સોડા શોપ, સોમ સોપારી, જય ગોપાલ સ્વીટ્સ એન્ડ નમકીન, જાનકી ડેરી, સુરક્ષા મેડિકલ, ગુરુકૃપા એજન્સી, રાધે હોટેલ, ભોલે કોલ્ડ્રીંક્સ, ગોવર્ધન પાન, જલક પાન, જય જુળવાનાથ ટી સ્ટોલ, ખોડીયાર પાઉંભાજી અને અમૂલ પાર્લરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 31 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરાયું હતું. આ ઉપરાંત એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્ક બિલ્ડીંગ નં.37માં દુકાન નં.1 થી 6માં શિતલ સુપર માર્કેટમાંથી કાળા મરી અને મંગળા રોડ શેરી નં.5ના ખૂણે પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી શુદ્વ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.