કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કઠોળ તથા મિનરલ વોટરના નમૂના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યારે 11 વિસ્તારોમાં સ્પોટ ટેસ્ટીંગ ટ્રેનિંગ અને અવરનેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા દ્વારા પુજારા પ્લોટ મેઈન રોડ પર શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર્સમાંથી લુઝ ચણાદાળ, અક્ષર માર્ગ પર કસ્તુરી સુપર માર્કેટમાંથી લુઝ મગછડી દાળ, સોની ટ્રેડલીંગમાંથી ચણાદાળ, કુવાડવા રોડ પર સદ્ગુરુનગરમાં આર.જે.સેલ્સમાંથી પેકેઝ ડ્રીકીંગ વોટર, કુવાડવા રોડ પર 13 લાતી પ્લોટમાં હેતલ એન્ટરપ્રાઈઝમાંથી હિમાલીયા બ્રાન્ડ મિનરલ વોટર અને એકવા ફીના પેકેઝ ડ્રીકીંગ વોટર,અટીકા ઈન્ડ. એરીયામાં દ્વીશા ટ્રેડલીંકમાંથી ક્વોલીટી વોલ ક્રન્ચી બટર સ્કોચ અને બાપા સીતારામ ચોક મવડીમાં 79 સુપર માર્કેટમાંથી લુઝ તેલવાળી ચણાદાળના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં યાજ્ઞીક રોડ પર વૃંદાવન ડેરી એન્ડ ફૂડસમાંથી લુઝ રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ અને યુનિવર્સિટી રોડ પર સંતુષ્ટી આઈસ્ક્રીમમાંથી હનીમુન ડિલાઈટ આઈસ્ક્રીમનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષણ દરમિયાન મિલ્કના ફેટ ઓછા જણાતા આ બન્ને નમૂના નાપાસ થયાનું જાણવા મળે છે.