ડી.જે.ની ધુન, ચિયર લીડર્સના ઠુમકા સહિતના આકર્ષણ: સ્ટેડિયમનું અદ્ભૂત લાઈટીંગ નિહાળી દર્શકો થયા અભિભૂત

પ્રથમ દિવસે કચ્છ વોરીયર્સને હરાવીને હાલાર હિરોઝે બાજી મારી

સૌરાષ્ટ્ર્રના ક્રિકેટરસિકોએ કયારેય પણ જેની કલ્પના પણ ન્હોતી કરી તેવી ઐતિહાસિક ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશને કરી બતાવ્યું છે.ત્યારે મંગળવારથી  સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો પ્રારભં થયો હતો અને પ્રથમ મેચમાં હાલાર હિરોઝની ટીમે શાનદાર પ્રદર્શન કરીને કચ્છ વોરિયર્સને ૨૪ રને  પ્રીમિયર લીગમાં જીત સાથ પ્રારંભ   કર્યો હતો.

હાલાર   હિરોઝના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના ભોગે ૧૪૭ રન ફટકાર્યા હતા. જેમાં સૌથી યોગદાન ખુદ સુકાની અર્પિત વસાવડા નું રહ્યું હતુંમ અર્પિત વસાવડાએ ૩૮ બોલમાં બે ચોક્કા અને બે છક્કા સાથે ૪૪ રન ફટકાર્યા હતા.

DSC 0952

જયારે એજાજ કોઠારીયાએ ૨૯ અને વિશ્વરાજ જાડેજાએ ૩૫ રન ફટકાર્યા હતા.જોકે પાછળના  ક્રમના બેટધરો ખાસ રન બનાવી ન શકતા હાલાર હિરોઝની ટીમે ૨૦ ઓવરના નાતે ૧૪૭ રન  કર્યા હતા. કચ્છ વોરિયર્સ તરફથી પાર્થ ભૂતે ૨૪ રનમાં  ૪ વિકેટ અને સુરેશ પાડયાચીએ ૨૬ રનમાં  ૨ વિકેટ ઝડપી હતી જયારે જયદેવ ઉનડકટે  ૨૦ રનમાં  ૧ વિકેટ ઝડપી હતી.

જવાબમાં કચ્છ વોરિયર્સની ટીમે શાનદાર પ્રારંભ કર્યો હતો.આવી બારોટ અને સ્નેલ પટેલની જોડીએ પ્રથમ ૬ ઓવરરમાં સ્કોરને ૫૦ને પર કરાવી દેતા મેચ ૧૫ ઓવરમાં પતિ જશે તેવું લાગતું હતું પણ એવા સમયે સુકાની અર્પિત વસાવડા ખુદ બોલિંગમાં આવ્યા બાજુ બાજી પલટાઈ હતી અને તેમેં  બોલમાં બે વિકેટ ઝડપી લેતા કચ્છ વોરિયર્સ  દબાવમાં આવી ગયું હતું.DSC 0956

વસાવડાએ પ્રથમ આવી બારોટને ૩૫રને પેવિલિયનમાં વળાવ્યા બાદ સ્નેલ પટેલને એજ સ્કોર પર લેગ બીફોર કરી દેતા  કચ્છ વોરિયર્સની ૬૮ રને બે વિકેટ પડી ગઈ હતી.અર્પિત વસાવડાની કરીલ બોલિંગ થી બેટ્સમેનો છૂટ ન લઇ શક્ય અને ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના ભોગે માત્ર ૧૨૩ રન જ કરી સકતા હાલાર હિરોઝનો ૨૪ રને વિજય  થયો હતો. અર્પિત વસાવડાએ ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપીને  પોતાની ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા  ભજવી હતી અને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યા હતા.

આ પેહેલા   સૌરાષ્ટ્ર્રના ક્રિકેટ રસિકોને સૌરાષ્ટ્ર્ર પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં  ખુલ્લી મુકવામાંઆવી હતી અને એસપીએલ ટ્રોફીનું અનાવરણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું મુખ્ય મનત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર  પાટનગર રહ્યું છે અને અહીં સૌરાષ્ટ્રના રણજી અને દુલીપના નામથી જ બે મુખ્ય ટ્રોફી રમાડવામાં આવે છે.આજે પણ ભારતની ટીમમાં ચેતેશ્વર પુજારા,રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ મોજુદ છે અને મને આશા છે કે ટુર્નામેન્ટથી સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરોને નવી ટેક મળશે અને આ એક ક્રિકેટનું શ્રેષ મોડેલ સાબિત થશે એવી મને આશા છે.

બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજન શાહે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન પેહેલી વખત  થયું છે પણ મને આશા છે કે આ એક શાનદાર ટુર્નામેન્ટ રહેશે અને સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરોને એક મોટી તક મળશે અને મને આશા છે કે ભવિષ્યમાં સૌરાષ્ટ્રના ક્રિકેટરો આઇપીએલમાં પણ રમતા  થશે.સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય  જયદેવ શાહે જણાવ્યું હતું અમે ટૂંકા ગાળામાં આયોજન કર્યું છે પણ એક આંતરરાષ્ટ્રીય લેવલ પર અમે આ ટુર્નામેન્ટને લઇ ગયા છીએ અને અમને આશા છે કે દર વર્ષે આ ટુર્નામેન્ટ વધુને વધુ રોચક બની રહે.

ઉદ્ઘાટન સમારોહની સાથે સાથે  આ પછી આતશબાજી, ડી.જે. સહિતની ધૂમધામ બાદ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે ૭:૩૦ વાગ્યાથી મુકાબલો શરૂ થયો હતો.ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી  ઉપરાંત રાજકોટના મેયર બીનાબેન આચાર્ય,સાંસદ  મોહનભાઇ કુંડારીયા,ધારા સભ્યો, તેમજ પાંચેય ટીમના માલિકો અને તેમના સુકાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાલાર હિરોઝની ટીમ સ્પિરીટ જીતનું કારણ બની: નીરજ ઓડેદરા

IMG 20190515 WA0000

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ મેચ હાલાર હિરોઝ અને કચ્છ વોરીયર વચ્ચે રમાયો હતો જેમાં પ્રથમ મેચમાં હાલાર હિરોઝની ટીમ વિજયી થઈ હતી. મેચ બાદ પત્રકાર પરીષદમાં હાલાર હિરોઝ ટીમનાં કોચ નિરજ ઓડેદરાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ટીમનાં વિજયમાં મુખ્ય કારણ ટીમ સ્પિરીટ છે અને બાકી રહેતા ૩ મેચોમાં સેમ ટીમ સાથે મેદાનમાં ટીમ ઉતરશે. ટીમની બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં પણ સુધારો કરવામાં આવશે ત્યારે હાલાર હિરોઝ ટીમ અન્ય ટીમોની સરખામણીમાં સ્થિરતાભરી રમત રમવામાં માને છે. વાત સાચી છે કે, પાવર પ્લેમાં ટીમને જે રનની મોમેન્ટ જોતી હોય તે મળી ન હતી જે ખામીને આગામી મેચમાં પણ દુર કરવામાં આવશે. અનેક હકારાત્મક અભિગમ સાથે ટીમ મેદાનમાં ઉતરશે.

એસપીએલની સફળતા પાછળ નીરંજનભાઇનો બહોળો અનુભવ: હિમાંશુ શાહ

a

આઈપીએલ જેવો માહોલ રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે જે ઉભો કરવામાં આવ્યો છે તેનો શ્રેય એસપીએલ એટલે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનાં શીરે જાય છે. એસપીએલ વિશે અબતક સાથે ખાસ વાતચીત કરતાં હિમાંશુભાઈ શાહે જણાવ્યું હતું કે, એસપીએલની સફળતા પાછળ નિરંજનભાઈ શાહનો બહોળો અનુભવ છે તેઓ સૌરાષ્ટ્રનાં ખેલાડીઓ માટે વધુને વધુ ચિંતા કરતા હોય છે જેથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આવનારા સમયમાં સૌરાષ્ટ્રનાં ખેલાડીઓને એક ઉજજવળ તક મળી શકે અને આઈપીએલની રમતમાં તેઓને સ્થાન મળે. સાથો સાથ ઉજજવળ રમતનાં કારણે તેઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે તેવું નિરંજનભાઈ શાહ હરહંમેશ ઈચ્છતા હોય છે ત્યારે કહી શકાય કે એસપીએલ પાછળ જો કોઈ મજબુત પાયો હોય તો તે નિરંજનભાઈ શાહ છે અને તેનો બહોળો અનુભવ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.