નામ ભલે છેલ્લીવાર હોય, પણ વારંવાર વાંચવી ગમે તેવી વાર્તારાજકોટ
મોબાઈલીયા અને ઈન્ટરનેટીયા યુગમાં આજનું યુવાધન વાંચનથીઅળગુ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટના એક યુવાન જેનું નામછે સમીર પંડયા તેઓ એક નોખી અનોખી અને ખાસ કરીને યુવાઓને ગમે તેવી એક નોવેલ લાવ્યા છે.તમારી પાસે સમય ન હોય તોપણ સમય કાઢીને વાંચવા જેવી છે તેમની નોવેલ ‘છેલ્લીવાર’… નામ ભલે છેલ્લીવાર રહ્યું પણ વારંવારવાંચવા ગમે તેવા આ પુસ્તકમા રોમાન્ચ છે અને રોમાન્સ પણ છે, સસ્પેન્સઅને થ્રીલર પણ છે, ઈષ્યા પણ છે તે અનોખા પ્રેમની પણ વાત છે.મેઈલ જેલસી જેને કાઠીયાવાડી ભાષામાં કહી શકાય કે પુરૂષને કોઈને કોઈ વાતે અને ખાસ કરીનેપ્રેમની બાબતમાં ‘બળતરા’ થતી હોય છે. તેની પણ સરસકથા છે. ઈચ્છા, શરૂઆત, ઈન્ટરવ્યુ-મુલાકાત,ગાઢમિત્રતા, દિલ-દોસ્તી અનેપાર્ટી, પ્રેમના સ્પંદનો, ગાઢ મિત્રતા અનેગર્લફ્રેન્ડ, અવિરત આનંદની વાત પણ છે. અને તૂટેલા સપના, એક અધુરી ઈચ્છાની વાત છે તો છેલ્લો પ્રયાસ પણ આકથામાં વાંચવા મળશે.
પ્રસ્તાવના ચિત્રલેખાના સિનિયર પોન્ડન્ટજવલંત છાયાએ ખુબ સરસ સ્ટાઈલથી શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું છેકે ‘પહેલીવાર આવી રહેલી છેલ્લીવારને શુભેચ્છા.’ છાંયાએ લખ્યું કે કે કોઈપણ સંબંધમાં માણસ કેટલુકોમ્પ્રોમાઈઝર કરે, કયાં સુધી સમાધાન કર્યા કરે…. કંઈ પણ હોય ત્યારે એને એક વચન મળે… યાર છેલ્લીવાર પણઆ છેલ્લીવાર કેટલીકવાર ? બસ આવું જ કંઈક વાર્તામાં છે.લેખક સમીર પંડયા પોતે કબુલે છે કે તેની અંગત જિંદગીના કેટલાક પ્રસંગોઅને પાત્રો પણ અહિ વાર્તામાં સામેલ છે. આ કબુલાત જિગર માંગી લેતેવી છે.
લેખનો પરિચય જોઈએ તો માસ્ટર ઓફક જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાંઅભ્યાસ કરી પ્રિન્ટ મિડીયા તથા ઈલેકટ્રોનિકસ મિડિયામાં કામ કરી ચૂકેલા અને હાલ જનરલઈન્સ્યુરન્સ કંપનીમાં એરિયા હેડ તરીકે ફરજ બજાવતા સમીર પંડયા આ પુસ્તક લખવા માટેનીપ્રેરણા પોતાની દિકરી ખુશીમાંથી મળી હોવાનું કહે છે. ગમેતેટલા વ્યસ્તા કામો વચ્ચે પણ એમની લાડકવાયી ખુશી વાંનનો શોખ પૂરો કરે છે! આજનું યુવાધન મોબાઈલ ઈન્ટરનેટમાંથી બહાર જ નથી નીકળી શકતું ત્યારે દિકરીના વાંચનના જબરા શોખે સમીર પંડયાને લેખક બનવા આગળ વધાર્યા.
ધર્મપત્નિ પુજાનો પણ ફાળો કંઈ ઓછો નથી. દિકરી અને પત્નિ સાથે રાજકોટમાં જ રહેતા લેખક જર્નાલિઝમ કર્યા પછીક ઈન્ટર્નશીપ કરી ચૂકયા છે. જોકે એ વખતે તેમને સમાચારો મેળવવા અને લખવા કરતાં જાહેરખબરો શોધવાનું કામ વધુ ફાવતું હતુ. પણ અચાનક તેનામાં રહેલો લેખક જાગૃત થયો અને જાણે કહ્યું કે સમીર તુંલખ… તું લખ… અને સમીર પંડયાએ એક સરસ નવલકથા લખી કાઢી. છેલ્લીવાર નહિ, વારંવારવાંચવી ગમશે આ કથા તેવો વિશ્વાસ છે. રાજકોટના જ આ ઉગતા સિતારાનેવાંચકો ચોકકસ વધાવી લેશે તેવી આશા છે. સમીર પંડયાએ બીજી નવલકથાલખવાનો પણ પ્રારંભ કરી દીધો છે.
આ નોવેલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પબ્લીસ થયેલ છે. દરેક શહેરના બુક સ્ટોરમાં ઉપલબ્ધ છે.