ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા એશો.ના પ્રમુખ સમીરભાઇ શાહએ વેપાર અને ગ્રાહક મંત્રી પિયુષ ગોયલને પત્ર પાઠવી ખાદ્ય તેલની આયાત ડયુટી વધારવાનું સુચન કર્યુ છે.
સમીરભાઇ શાહએ પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે અત્યારે રાજકોષીય ખાદ્યની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહીછે ત્યારે આખાદ્ય વધુ વધતી અટકાવવા સરકાર માટે સમયસરના પગલા લેવાનું આવશ્યકત બન્યું છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય પરીબળોના કારણે તમામ આયાતી ખાદ્ય તેલોની કિંમત સતત વધતી જાય છે. ભાવ વધારો કાબુમાં રાખવા કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડયુટી ઘટાડવા જેવા અનેક પગલા લીધા છે. ત્યારે હવે ખાદ્ય તેલના ઉત્પાદનમાં વધારાના કારણે નીકાસકાર દેશોની નીકાલ વધતા ભાવ 15 થી રપ ટકા ભાવ ઘટયા છે. ત્યારે આપણા માટે એ તબકકાવાર અયાત ડયુટી વધારવાનો આ યોગ્ય સમય છે. આપણા દેશને જયારે દિર્ધદ્રષ્ટી અને વેપાર ગ્રાહક બાબતેના મંત્રી તરીકે વિદ્વાન નેતૃત્ય મળ્યું છે ત્યારે પિયુષ ગોયલએ સમીરભાઇળ શાહે ખાદ્ય તેલની આયાત ઘટડવા આયાત ડયુટીમાં વધારો કરવાની ભલામણ કરી વિશ્ર્વાસ વ્યકત કર્યો છે ખાદ્ય તેલની આયાત ડયુટી વધારવાથી દેશના અર્થતંત્રને ફાયદો થશે.