આઇપીએલ-૧૨ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પંજાબ અને દિલ્હી વચ્ચે રમાયેલા મેચમાં પંજાબના બોલર્સ સેમ કરેને ત્રણ બોલમાં દિલ્હીની ત્રણ કિંમતી વિકેટ ઝડપી હેટ્રીક મેળવતા દિલ્હીનો ૧૪ રને પરાજય થયો હતો.
પંજાબની ટીમે ટોસ જીત પ્રથમ બેટીંગ કરી ૨૦ ઓવરના અંતે સાત વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ૧૬૭ રનના લક્ષ્યાંક સાથે બેટીંગમાં આવેલી દિલ્હીએ ૨૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૧૫૨ રન બનાવતા ૧૪ રને કારમો પરાજય થયો હતો. કેપિટલ્સ દિલ્હીએ અંતિમ ૧૭ રનમાં સાત વિકેટ ગુમાવી નાટયાત્મક ધબડકો થયો હતો.
પંજાબના ફાસ્ટ બોલર સેમ કરેને ૧૧ રન આપી દિલ્હીની ચાર કિંમતી ચાર વિકેટ ખેડવી નાખી હતી. જો કે દિલ્હીના ઓપનર પૃથ્વી શો જીરો રને આઉટ થયો ત્યારથી જ દિલ્હીની હાર નિશ્ર્ચિત થઇ ગઇ હોય તેમ એક પછી એક બેસ્ટમેનની ટપો ટપ વિકેટ પડી ગઇ હતી અને અંતે ૧૪ રને પંજાબનો ભવ્ય વિજય થયો હતો.
દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયશ ઐયરે ૨૮, અને શિખર ધવને ૩૦ રન બનાવી પંજાબના બોલરનો પ્રતિકાર કર્યો હતો પણ સેમ કરેનની હેટ્રીક સાથે જ દિલ્હીનો ધબડકો થઇ ગયો હતો. પંજાબવતી મિલરે ૪૩, સરફરાઝે ૩૯, અને મંદિપે ૨૯ રન બનાવ્યા હતા.