રરમી માર્ચથી દિવસ ક્રમશ: લંબાતો જાય છે. 21મી જુને લાંબામાં લાંબો દિવસ વિષુવવૃત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે તા.21મી માર્ચ વસંત સંપાત ખગોળીય દિવસ
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા. 21 મી માર્ચ મંગળવારે દિવસ અને રાત સરખા જોવા મળશે. તા. રર મી બુધવારથી દિવસ લંબાતો જાય છે અને તા. 21 મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. ખગોળીય ઘટનાનો અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. 21 મી માર્ચ મંગળવારે મુંબઈમાં દિવસ અને રાત 1ર કલાક-1ર કલાકના, અપર અને સુક્ષ્મ ગણિત આધારે સુર્યોદય રાજકોટ 6.પ3, અમદાવાદ 6.47, મુંબઈ 6.4પ, સુરત 6.46, ભુજ 6.પ8, વડોદરા 6.44 જયારે સૂર્યાસ્ત રાજકોટ 18.પ3, અમદાવાદ 18.47, સુરત અને મુંબઈ 18.46, ભુજ 18.પ8, વડોદરા 18.44 સરેરાશ દિવસ 1ર કલાક અને 7 સેક્ધડ જયારે રાત્રી 11 કલાક, પ9 મિનિટ અને પ3 સેક્ધડ. તા. રર મી માર્ચ પછી ઉત્તરોતર દિવસ લાંબો થતો જશે.
આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તા. 21 મી જૂને લાંબામાં લાંબો દિવસ હોય છે.
21 મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જયારે તા. 21 મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખાય છે.
તા. 21 મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૂ થતાં તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વિષુવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહે છે.