મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં નામ બદલાયું
બીડીના લેબલના રંગ, ડીઝાઈન, તમાકુ, બનાવટ તથા ટેસ્ટ (સ્વાદ)માં કોઈ જ ફરક પડશે નહીં તેવું કંપનીએ જાહેર કર્યું
પુનાની સાબળે વાધીરે એન્ડ કં. પ્રા. લિ.એ તેમના ઉત્પાદન સંભાજી બીડી નામ હવે બદલીને સાબળે બીડી એવું કરેલ છે. તા.1 ઓકટોબર 2021થી કંપની તરફથી સાબળે બીડીના નામથી વેચાણ કરવામાં આવશે.
બીડીનં લેબલના રંગ, ડીઝાઈન, તમાકુ, બનાવટ તથા ટેસ્ટમાં કોઈ જ ફરક પડશે નહીં તેવું કંપની તરફથી જાહેર કરવામાં આવ્યું છે. સર્વ વ્યાપારી વર્ગને સાબળે બીડી નામના નવા માલનું વેચાણ હંમેશા પ્રમાણે કરવા કંપનીએ વિનંતી કરેલ છે.
કંપનીને પૂર્ણ વિશ્ર્વાસ છે કે નવ્યાપારી તથા ગ્રાહક વર્ગનો પહેલાની જેમ જ પ્રતિસાદ મળશે જ એવું મંતવ્ય કંપનીના મેનેજિંગ ડાયરેકટર આપેલ છે. તેમનું કહેવું છે કે કંપનીએ ફેબ્રુઆરી 2021થી મહારાષ્ટ્ર રાજયમાં સંભાજી બીડીનું નામ બદલીને સાબળે બીડી કરેલ છે.