કોટડા સાંગાણીમાં બે ઇંચ, પડધરીમાં દોઢ ઇંચ અને વિછીંયામાં એક ઇંચ વરસાદ: સવારથી મેઘાવી માહોલ
રાજકોટમાં ગઇકાલે મેઘરાજાએ અનારાધાર હેત વરસાવ્યું હતું. બપોરે મેઘાના મંડાણ થયા હતા અને બે કલાકમાં શહેરમાં 3॥ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. મહાપાલિકાની કહેવાતી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ મેઘરાજાએ વધુ એકવાર ખૂલ્લી પાડી દીધી હતી. જો કે, જિલ્લાના અન્ય વિસ્તારોમાં મેઘરાજાનું જોઇએ તેટલું જોર રહેવા પામ્યુ ન હતું.
રાજકોટમાં ગઇકાલે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોરે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. શહેરમાં બે કલાકના સમયગાળામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. શહેરના 150 ફૂટ રીંગ રોડ પરની સોસાયટીઓમાં જાણે નદીઓ ચાલતી હોય તે રીતે પાણી વહેતા થયા હતા. ન્યૂ રાજકોટની સરખામણીએ જૂના રાજકોટમાં ગઇકાલે વરસાદનું જોર થોડું વધુ રહેવા પામ્યું હતું. હવામાન વિભાગના રેકોર્ડ પર રાજકોટમાં ગઇકાલે 82 મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જેની સામે ફાયર બ્રિગેડના ચોપડે શહેરમાં 3 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. ભારે વરસાદના કારણે શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહાપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે પ્રિ-મોનસૂનની કામગીરી કરવામાં આવે છે અને એવો દાવો કરવામાં આવે છે કે આ વખતે શહેરમાં એકપણ સ્થળે વરસાદનું પાણી નહીં ભરાઇ, ભારે વરસાદમાં પણ શહેરીજનોએ કોઇ પ્રકારની હાલાકી ભોગવવી પડશે નહીં. જો કે મેઘરાજા એક ઝાટકે પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાની ફરિયાદોનો ધોધ છૂટ્યો હતો. રાજકોટ ઉપરાંત જિલ્લાના કોટડા સાંગાણીમાં બે ઇંચ, પડધરીમાં દોઢ ઇંચ, વિછીંયામાં એક ઇંચ, ગોંડલમાં પોણો ઇંચ અને જસદણમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સીઝનનો કુલ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ 27 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સરેરાશ 19.58 ટકા વરસાદ પડ્યો છે.
ગઇકાલે રાજકોટને ધમરોળ્યા બાદ આજે સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સુમારે શહેરમાં સામાન્ય છાંટા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે બપોર બાદ શહેરમાં મેઘરાજા ફરી હેત વરસાવે તેવી સંભાવના છે.
રાજકોટમાં ગઇકાલે બફારા બાદ અંતે મેધરાજાની ધમકેદાર એન્ટ્રી થઇ હતી. બપોરે 3 વાગ્યાથી લઇને 6 વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસદા નોંધાયો હતો. અટલા વરસાદમાં જ નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અંન્ડર બ્રીજ સહીતના મુખ્ય બ્રીજોમાં પાણી ભરાઇ જતાં અનેક સ્થળોએ વાહન ચાલકો ફસાઇ ગયા હતા. કંટ્રોલ રૂમમાં પણ પાણી ભરાયાનું વ્યાપાક ફરીયાદ થઇ હતી.
પોણા ત્રણ ઇંચ વરસાદમાં શહેરના વિસ્તારોમાં પાણી ભરાયાના સ્થીતી થતાં પ્રીમોન્સુન કામગીરી ઉ5ર સવાલ ઉઠાયા હતા. શહેરના માધાપર ચોકડી, 1પ0 ફુટ રીંગ રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્ષ, રૈયા રોડ સહીતના વિસ્તારો પાણીમાં ગરકાઉ થયા હતા. જો કે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટા ભાગના લોકો વરસાદમાં નાવહા બહાર નીકળી પડયા હતા. સવા ત્રણ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટમાં ભારે વરસાદને પગલે એન.ડી.આર. એફ.ની ટીમ તેનાત રખાય છે.