વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ મળશે
સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘના સહયોગથી શેલ્બી હોસ્પિટલ દ્વારા મલ્ટીસ્પેશિયાલીસ્ટ મેડિકલ ચેકઅપ કેમ્પ આગામી તા.૨૩ને રવિવારે શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૨ દરમિયાન યોજાશે.
જૈન જ્ઞાતિ સમાજના ગૌરવ ડો.વિક્રમ શાહ, ડો.ભરત ગજજર અને ડો.આશિષ શેઠ જેઓ છેલ્લા ૧૪ વર્ષથી વિશ્ર્વ વિખ્યાતની સાથે સતત કાર્યરત છે તેમજ તેમના દ્વારા બાર હજારથી વધારે સફળ ઘુંટણની સર્જરી તેમજ થાપની સર્જરીનો અનુભવ છે જેમની સેવાનો લાભ કેમ્પમાં મળશે.
આ ઉપરાંત ડો.ભરત ગજજર (વર્લ્ડ ઓપીડી ડાયરેકટર), ડો.ભાવેશ પારેખ (કેન્સરના રોગો), ડો.દિવગ્વિજય બેદી (મેદસ્વીના રોગો) અને ડો.અંકુર પટેલ (જનરલ સર્જન) સેવા આપશે. આ માટે જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના જગદીશભાઈ ગોસલીયા, રમેશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી, જગદીશભાઈ શેઠ, વિજયભાઈ આશરા, કેતનભાઈ કોઠારી, પ્રતિકભાઈ મોદી, દિનેશભાઈ ટીંબડીયા, ચેતનભાઈ વખારીયા, ગીરીશભાઈ ભીમાણી અને શેલ્બીના પ્રતિનિધિ આદિત્ય દિવેચા જહેમત ઉઠાવી રહ્યા છે.