સાધુ-સંતો સમાજ અગ્રણીઓ રહેશે ઉ૫સ્થિત: ૧૧ નવયુગલો પાડશે પ્રભુતામાં પગલાં
સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટ દ્વારા સતત ત્રીજા વર્ષ સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમુહલગ્નમાં તા.ર૧ને રવિવારે ૧૧ નવયુગલો સાધુ-સંતો અને સમાજ અગ્રણીઓની હાજરીમાં પ્રભુતામાં પગલા પાડશે.
જગત ગુરુ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રામાચાર્યજી મહારાજ કૌશકેન્દ્ર મઠથી ૧૧ દીકરીઓના સમુહ લગ્ન મહોત્સવ પ્રસંગે ખાસ હાજરી આપશે તથા આર્થિવચન પાઠવશે. સાથે સાથે શ્રી મહામંડલેશ્ર્વર ૧૦૦૮ કનૈયાદાસ બાપુ, જયદેવદાસ બાપુ, રઘુવિરદાસબાપુ (પહેલવાન બાપુ) મહંત ત્રિભોવનદાસ બાપુ, દયાદેવી માતાજી, મહંત બટુકદાસ બાપુ, મહંત ભુપતબાપુ, મહંત મણિરામ બાપુ સીતારામ બાપુ, મહત અવધેશબાપુ જેવા નામાંકિત સુવિખ્યાત સાધુ સંતો હાજરી આપશે.
સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટ દ્રારા સતત આ ત્રીજા વર્ષ તૃતીય સમુહ લગ્ન મહોત્સવ યોજાશે. સમુહલગ્ન સંવત ૨૦૭૩ ના વૈશાખ વદ ૧૦ ને રવિવાર તા. ૨૧-૫-૧૭ના શુભ દિને સાંઇબાબા સર્કલ, રોલેક્ષ રોડ, ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ માલધારી ફાટકથી અંદર કોઠારીયા રોડ રાજકોટ ખાતે યોજાશે.
નવદંપતિને શાસ્ત્રોકત વિધી શાસ્ત્રીજી દીલીપભાઇ વ્યાસ દ્વારા કરાવવામાં આવશે.
સૌરાષ્ટ્રના લોકલાડીલા જગવિખ્યાત ખીમજીભાઇ ભરવાડ તથા ક્રિષ્નાબેન નિમાવત આ સમુહ લગ્ન મહોત્સવમાં લગ્ન ગીતથી સંગીતમય વાતાવરણ બનાવશે.
સમુલ લગ્ન મહોત્સવમાં સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટના પ્રમુખ સ્થાને કલ્પેશભાઇ પુર્ણવૈરાગી દ્વારા સમસ્ત રામાનંદી સાધુસમાજને સંવત ૨૦૭૩ ના વૈશાલ વદ ૧૦ ને રવિવાર તા. ૨૧-૫ ના શુભ દિને સાંઇબાબા સર્કલ રોલેક્ષ રોડ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ માલધારી ફાટકથી અંદર, કોઠારીયા રોડ રાજકોટ ખાતે પધારવા જાહેર આમંત્રણ પાઠવે છે.
સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટના પ્રમુખ કલ્પેશભાઇ પૂર્ણવૈરાગીના માર્ગદર્શન હેઠળ મહાસચિવ હિતેશભાઇ રામાવત, સચિવ નીખીલભાઇ નિમાવત, ઉપપ્રમુખ જયેશભાઇ કુબાવત, ઉ૫પ્રમુખ અલ્પેશભાઇ અગ્રાવત, મહામંત્રી જીજ્ઞેશભાઇ અગ્રાવત, ખજાનચી નિરવભાઇ નિમાવત, સહખજાનચી જીજ્ઞેશભાઇ લશ્કરી, મહામંત્રી હિરેનભાઇ રામાવત, મહામંત્રી કેતનભાઇ લશ્કરી, સંગઠન મંત્રી રજનીભાઇ રામાવત, સંગઠન મંત્રી વિપુલભાઇ પૂર્ણવૈરાગી, મંત્રી શૈલેષભાઇ દેવમુરારી, સલાહકાર રાજેશભાઇ નિમાવત તથા મીડીયા ઇન્ચાર્જ જીજ્ઞેશ રામાવત સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.