ભગવાન શ્રી રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, સ્વામીનારાયણ ભગવાન દેશમાં જીવતા પશુઓ અને માંસ નિર્યાત ન જ કરવું જોઈએ અને ભારતીય સંસ્કૃતિએ જીવદયા અને અહીંસા પરમો દર્મ નો સંદેશો આપ્યો છે. ત્યારે ભારત સરકારને જીવતા પશુઓની હત્યા માટે ભારતથી થતી પાકિસ્તાન સહિતના અખાતી દેશોમાં થતી નિકાસ બંધ કરાવવા અને મીટ એક્ષપોર્ટ કાયમી ધોરણે બંધ કરાવવા સહિતના પ્રશ્નો અંગે રાજયપાલ ઓ.પી.કોહલીજીને ભારત સરકારમાં રજુઆત કરવા વિનંતી કરાઈ હતી
તેમજ સબસીડી આપવાની રજૂઆત પણ ભારતની તમામ ગૌશાળા પાંજરાપોળ વતી કરાઈ હતી. રાજયપાલ ઓ.પી. કોહલીજીએ તમામ પ્રશ્નો ખૂબ શાંતીથી સાંભળી સમજી આ અંગે તેમના સ્તરે જે કંઈ પ્રયત્નો શકય હશે તે કરવાની ખાતરી આપી હતી.
રાજયભવન, ગાંધીનગર ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીજી રૂબરૂ શુભેચ્છા મુલાકાત વખતે એનીમલ વેલ્ફેર બોર્ડના ડાયરેકટર અને સમસ્ત મહાજનના મિત્તલ ખેતાણી, રાજેન્દ્ર શાહ, પ્રતીક સંઘાણી, લલીતભાઈ ધામી, એડવોકેટ અ‚ણભાઈ ઓઝા, પંકજભાઈ બુચ, દિપકભાઈ રાણપૂરા, પૂર્વીબેન શાહ, ભુપેન્દ્રભાઈ શાહ, વિનિતભાઈ શાહ, નિલેશભાઈ શાહ, હેમેન્દ્રભાઈ દફતરી, ખૂશ્બૂબેન શેઠ સહિતના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ જેલ હવાલે રહેલા સાહીલ શેખે જામીન પર છૂટવા અરજી કરી હતી જેઓ બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષની દલીલો અને દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઈ સાહીલ શેખની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે અનિલ ગોગીયા એ દલીલ કરી હતી.