ગુજરાતભરના જ્ઞાતીજનો, વિવિધ સંસ્થા સંગઠનના પ્રમુખો તથા રાજકોટ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ શહેરમાં સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજનું પ્રથમ વખત ભવ્ય સ્નેહમિલન યોજાનાર છે. સમાજમાં વિવિધ ઉત્કર્ષ, શૈક્ષણિક પ્રવૃતિને વેગ આપવા આગામી તા.૨૪/૧૧ને શનિવારે સાંજે ૫:૦૦ કલાકે નાગર બોર્ડિંગ વિરાણી ચોક, વિરાણી હાઈસ્કુલની સામે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત યોજાનારા ગુરુ બ્રાહ્મણ સમાજના આ સ્નેહમિલનમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં વસતા જ્ઞાતીજનો, વિવિધ સંસ્થા તથા સંગઠનના પ્રમુખો, હોદેદારો, વરીષ્ઠ આગેવાનો સહપરિવાર પધારશે. તેમજ આ સ્નેહમિલનમાં સમાજની કારોબારી દ્વારા આગામી કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવશે.
આગામી કાર્યક્રમોમાં ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા, ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શન શિબિર, સમુહલગ્ન, પસંદગી મેળો, વિદ્યાર્થી સન્માન સમારોહ વગેરેની જાહેરાત કરવામાં આવશે. આ અવસરે તમામ જ્ઞાતિજનોને સહપરીવાર પધારવા અગ્રણીઓએ અનુરોધ કર્યો છે. સ્નેહમિલનને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ ગેડીયા, મહામંત્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ રાહુલભાઈ દવે, શૈલેષભાઈ ગેડીયા તથા મંત્રી હરેશભાઈ જોષીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.