સેંજળધામ ખાતે સમાધિનો ૩૨મો પાટોત્સવ, ૧૭મો સમુહલગ્નોત્સવ અને ૯મો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો
પૂજય મોરારિબાપુની નિશ્રામાં સેંજળધામ ખાતે ધ્યાનસ્વામીબાપા ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતા ત્રિવિધ કાર્યક્રમો પૈકી સમાધિમંદિરનો ૩૨મો પાટોત્સવ, ૧૭મો સમુહલગ્નોત્સવ અને નવમો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન થયો. કાર્યક્રમના પ્રારંભે કાશ્મીરમાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને સહુએ મૌન શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પ્રસંગોચિત ઉદબોધનમાં પૂજયબાપુએ જણાવ્યું કે, અહીં બધા સંતચરણો હેતુ વગરનું હેત વરસાવવા પધારે છે. ભગત થવું બહુ અઘ‚ છે બાપ હેરાન થયા વગર હરિભજન થઈ શકતુ નથી. બાપુએ કહ્યું કે, સમાધિ આગળ ચેતન શબ્દ લગાડવાની જરૂર નથી. સમાધિઓ સદા ચેતન જ હોય, એ કદી જડ હોઈ શકે જ નહીં. સમાધિ વિશેષણ મુકત હોય છે. સમગ્ર પરંપરા જયારે ગંગધારાની જેમ વહી રહી હોય એ ચેતન જ હોય. બાપુએ કહ્યું કે, સમાધિનો એક અદભુત માર્ગ ભજન છે અને છેલ્લે સાધુ સ્વયં સમાધિ છે. બાપુએ બહુ જ માર્મિક રીતે જણાવ્યું કે, બુદ્ધના મતે શુભ કર્મ કરવું એ મહત્વનું નથી. શુભ કર્મ ન કરો, સાધુ બનો, સાધુ પાસે કદી શુભ કાર્ય આવી શકે જ નહીં. શુભકર્મ પણ સાધુમણા સાથે કરો, સાધુના મહત્વની છે જે જીવે છે અને ચૈતન્યનું સન્માન કરો.
મમતા ત્યાગવાની જરૂર નથી. સાધુએ સમાજની સમાજની સેવા કરવાની છે. મમતા વિના સેવા ન થઈ શકે. આવી દેહા જગ્યાઓએ પોતાની મુકિતના ભોગે મમતા રાખી છે. સાધુપણુ શુભનું મુળ છે એનો જયારે સ્વિકાર થાય છે ત્યારે બહુ આનંદ થાય છે. સેવા અને સ્મરણ એવી સાધના છે જેમાં કોઈ ક્રિયાકાંડની જરૂર નથી. કાર્યક્રમમાં મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ શ્રી વસંતબાપુ હરિયાળી, શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મબાબા, સાયલાના મહંતશ્રી દુર્ગાદાસબાપુ, જુનાગઢના મહામંડલેશ્વર શ્રી જનુબાપુ ઉપરાંત કચ્છ-કાઠિયાવાડની અનેક જગ્યાઓના સંતો-મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ચલાળા દાનબાપુની જગ્યાના ગાદીપતિ વલકુબાપુએ ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની ભાવવંદના કરાય હતી.