દાવેદારો પ્રમુખ સહિત હોદેદારોએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી:ં સિનિયરો-જૂનિયરના સમર્થનથી ૩૦૦થી વધુ મતે વિજેતા થશે

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ પ્રેરિત સમરસ પેનલના હોદેદારોએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી છે. જેમાં મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે પ્રમુખ સહિતના હોદેદારોએ મૂકત પણે ભૂતકાળ અને વર્તમાન પ્રશ્ર્નોની ચર્ચા કરી હતી અને આ વખતની બારની ચૂંટણીમાં ઉમેદવારોને કમ્પેરીંઝ અને ભૂતકાળમાં કરેલી કામગીરીને ધ્યાને લઈ અને સિનિયરના આશિર્વાદ તેમજ જૂનિયરોના સમર્થનથી ૩૦૦થી વધુ મતોથી સમરસ પેનલ વિજય બનવાની આશા વ્યકત કરી હતી.

વધુમાં વન બાર વન વોટ મુજબ રાજયના તમામ બાર એસોસીએશનની તા.૨૧ ડિસેમ્બરનાં રોજ ચૂંટણી યોજવાની છે. જે અંતર્ગત રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમા સમરસ પેનલ વિરૂધ્ધ એકટિવ પેનલમાં મેદાનમાં છે. જેમાં સમરસ પેનલના પ્રમુખ તરીકે બાર એસોસીએશનના બે વખત પ્રમુખ રહી ચુકેલ સીનીયર એડવોકેટ પિયુષ શાહ, સેક્રેટરીમાં બારના પૂર્વ ઉપપ્રમુખ જયેશ બોધરા, ટ્રેઝરરમાં સરકારી વકીલ રક્ષીત કલોલા અને જોઈન્ટ સેક્રેટરી કેતન દવેએ ઉમેદવારી નોંધાવી છે.

સમરસ પેનલના હોદેદારોએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી જેમાં વકીલાત ક્ષેત્રે સિલ્વર જયુબલી પૂર્ણ કરનાર અને ક્રિમીનલ એડવોકેટ પિયુષ શાહે જણાવ્યું કે પોતાના પ્રમુખ તરીકે ના કાર્યકાળ દરમિયાન વકીલો માટેના છાપરા, પાકિંગની સુવિધા તેમજ ટુર્નામેન્ટ, પ્રવાસ અને મ્યુઝીકલ કાર્યક્રમો કરાવ્યા છે.

યુવા એડવોકેટોને બાર પ્રણાલીકા, સેમિનાર, લાયબ્રેરી અને વાયફાય સહિતની સગવડો આપી અને સિનિયરો વકીલો પાસેથી માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ યુવા મતદારોનો નિરૂત્સાહને મતદાન તરફ વાળવા પ્રયત્ન કરવામાં આવશે.

વધુમાં પિયુષ શાહ જણાવ્યું કે વકીલો બુધ્ધીજીવીમાં ગણના થાય છે. આથી ઉમેદવારોની સરખામણીના આધારે મતદાન કરતા હોય છે. સિનિયરોના આશિર્વાદ છે અને જૂનિયરોનું સમર્થન છે. છતા કયાંય મતભેદ હોય તો સમરસ પેનલના ઉમેદવારોએ વકીલ-મતદારોને મળી તેદૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.

સમરસ પેનલમાં મારા -તારાની ભાવનાને બદલે અનુભવી અને બાર અને બેન્ચ તેમજ સિનિયર -જૂનિયરો વચ્ચે સંતુલન જળવાય રહે તેવી રીતે અનુભવીની પેનલો બનાવી છે. જો બારની ચૂંટણી જ્ઞાતિવાદના ધોરણે લડાતી હોય તો ભૂતકાળમાં તુલશીદાસ ગોંડલીયા પ્રમુખ તરીકે ન ચૂંટાઈ આવ્યા હોત. બારની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ઓફીસ ટુ ઓફીસ, દૈનિક પેપર અને સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર કરી તેવા પ્રયત્નો કર્યા છે.

અંતમાં પિયુષ શાહે જણાવ્યું હતુ કે પ્રચારની પરાકાષ્ટા સર્જી અને ભૂતકાળમાં કરેલી કામગીરી અને સિનિયર-જૂનિયરો પ્રતિસાદથી ૩૦૦ થી ૪૦૦ મતે પેનલ વિજેતા બનવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

યુવા એડવોકેટો માટે સ્કીલને ડેવલોપ કરવા આગામી દિવસોમાં સેમીનારો કરાશે: રક્ષિત કલોલા

er

બાર એસોસીએશનના યુવાન તરવૈયા અને સરકારી વકીલ રક્ષીત કલોલા એ ટ્રેઝરરમાં ઉમેદવારો નોંધાવી છે. તેઓ જણાવ્યું કે ચૂંટણી જાહેર થતા સિનિયર એડવોકેટો દ્વારા બારના હિતમાં કામ કરી શકે તેવા અનુભવીના પ્રમુખપદની આગેવાની હેઠળ પેનલ બનાવવાનો નિર્ણય કરેલો જેમાં ટ્રેઝરર તરીકે લડવા માટે મારા પર પસંદગી કરવામાં આવતા મારા માટે પડકાર જનક ઉભો થયેલા પરંતુ વકીલાતની કારકીર્દી દરમિયાન સિનિયર-જૂનિયરો સાથે સંબંધોથી અમારી પેનલ વિજેતા બનશે.

હાલ બાર એસોસીએશનમાં દર વર્ષે ૨૦૦થી ૨૨૫ જેટલા વકીલો વકીલાત માટે આવે છે. પરંતુ સમયની માંગને લઈ ૧૦ ટકા વકીલો પણ વકીલાતના વ્યવસાયમાં નથી ટકતા તેના માટે અમો સરકારમાં રજૂઆત કરી બે થી ત્રણ વર્ષના સમયગાળામાં સ્ટાઈપેન્ડ આપવા પ્રયાસ કરવામાં આવશે.

યુવા એડવોકેટો માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને પ્રેઝનટેશન અંગે સેમિનાર યોજી માર્ગદર્શન પૂરૂ પાડશું તેમજ પ્રમાણીકતા રાખી કાયદાનું જ્ઞાન મળી રહે ઉપરાંત સીનીયરોનું માનમર્યાદા જળવાય રહે સરકારી તંત્રમાં અને બેન્ચમાં કઈ રીતે કામગીરી કરાય તેવા પ્રયત્ન કરવામાં આવશે અને વકીલોના હિતના પ્રશ્ર્નોને સુમેળ ભર્યા વાતાવરણમાં ઉકેલાય તે માટે સેનાપતિ તરીકે પિયુષ શાહની આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવી રહી છે.

દરેક બારની ચૂંટણી વખતે હાઈકોર્ટનો મુદો ઉઠતો હોય છે. જયારે હાઈકોર્ટની બેચ રાજકોટને મળવી જ જોઈએ પરંતુ હાઈકોર્ટની બેંચ માટે સુપ્રિમ કોર્ટે અને સંસદ સાથે મળે ત્યારે મળ છે. અમો ખોટા વચનો નથી આપતા પરંતુ આ મામલે કેન્દ્ર અને રાજય સરકાર પોઝીટીવ છે. અને અમો ઝડપી મળે તેવા પ્રયત્ન કરશું તેમ રક્ષીત કલોલાએ અંતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.