લોકોમાં કોરોના જાગૃતિ લાવવા અમે પણ રસીકરણ કરાવ્યું: પૂર્વ વિપક્ષી નેતા સોજીત્રા
રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી સમાજ એકતા એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આરોગ્ય સમિતિ દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના નાગરીકો માટે રાજકોટ પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પરિવાર શ્રી યદુનંદન યુવા ગ્રુપ મોરબી રોડ ખાતે વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ ભરતભાઈ મકવાણા પૂર્વ ડે. મેયરએ લોકોને રસીકરણ કરાવવા અપીલ કરી હતી.
પૂર્વ વિપક્ષી નેતા મોહનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતુ કે સમાજ એકતા ટ્રસ્ટ હેઠળ આ આયોજન કરાયું જેમાં બાપા સિતારામ જેવી અનેક સંસ્થાઓ જોડાઈ છે. વેકિસીનનું કામ સતાધારી તંત્રથી થતુ નથી એટલે સાધુ સંતોને સાથે રાખી ઉપલા કાંઠામાં આ કાર્યક્રમ યોજાયો હતો. અનેક લોકો ગેરસમજાથી રસીકરણથી ડરે છે. એ ડર કાઢવાનું કાર્ય અમારી સંસ્થા કરશે. સરકાર પાસે વેકિસન ન હોવાની ફરિયાદો આવે છે. ત્યારે આ કોરોના સંક્રમીત લોકોને કોરોના કાળમાંથી બહાર કાઢવાનું અમે નકકી કર્યુ છે. જેમ બને એમ ઓછુ સંક્રમણ થાય એ દિશામાં કામ કરવા અમે કટીબધ્ધ છીએ. તેમ તેમણે જણાવ્યું હતુ.
વોર્ડ નં.5ના ઉપપ્રમુખ રામભાઈ આહિરે જણાવ્યું કે મહાનગરપાલિકાના સૌજન્યથી સમાજ એકતા ટ્રસ્ટ તેમજ યદુનંદન યુવા ગ્રુપ, કિષ્ણા ગ્રુપ, રાધાબાવા ગ્રુપ, એવા અનેક ગ્રુપ દ્વારા વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 3 વાગ્યા સુધી અમે લોકોને આહવાન કરીએ છીએ કે આ કોરોનાની મહામારીને ટાળવા માટે 45 વર્ષથી ઉપરના ઉમરના વ્યકિત મેગા કેમ્પમાં જોડાય અને વધુમાં વધુ લોકો આનો ફાયદો લ્યે.
પૂર્વ કોર્પોરેટર નીતીન વ્યાસે જણાવ્યું કે સમાજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકા તથા અમારા 6 થી 7 ગ્રુપે મળી રસીકરણ કેમ્પ રાખેલ છે. રેમડેસિવીયર ઈન્જેકશન નથી મળતા તથા દર્દીઓ માટે 3-3 કલાક લાઈનો હોય છે. એને બદલે અમે પ્રજામાં જાગૃતિ લાવવા માટે એની રોગ પ્રતિકારક શકિત વધે, કોરોના ન થાય એ માટે આ મેગા કેમ્પ યોજાયો છે.
શહેરની જગ્યાને અમે આહવાન કરી છીએ કેરસી લઈ તમે ખૂદ આ કોરોનાથી બચો, કારણ કે આપણે સલામત તો સૌ સલામત. પૂર્વ ડે. મેયર ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે સામાકાંઠે અમારૂઆખુ ગ્રુપ વોર્ડ નં. 4,5, અને 6મોહનભાઈ સોજીત્રા, રામભાઈ અને મુકેશભાઈ, તથા અરવિંદભાઈ એ નકકી કર્યું છે. કે વેકિસીન વિશે લોકોમાં જાગૃતિ નથી એટલ અમે ખૂદ આમાં જોડાઈ લોકોને અપીલ કરી કે રસીકરણનોલાભ લ્યે અને કોરોનાથી બચે.