સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખે નામો કર્યા જાહેર
ગુજરાતમાં ચુંટણી જંગ જામી રહ્યો છે. ભાજપ – કોંગ્રેસ આપના ઉમેદવારોની જાહેરાત વચ્ચે આ વખતે રાજયની ર0 બેઠકો પર સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં ઉતારવા ની જાહેરાત કરતા કયાંક કયાંક ચોપાખીયો જંગ જામવાના અણસાર આવ્યા છ.
સમાજ વાદી પાર્ટી દ્વારા ઉપલેટામાં પત્રકાર પરિષદ યોજી વીસ બેઠક ઉપર ઝંપલાવવાની જાહેરાત પ્રદેશ ઉપપ્રમુખે કરી હતી. ગઇકાલે સમાજ વાદ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મયુર સોલંકીએ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અખિલેશ યાદવ સાથે ચર્ચા વિચારણા કરી આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ર0 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. તેમાં અબડાસામાં જગદીશભાઇ જોશી, માંડવીમાં ચચલબેન નારણભાઇ કટુવા, ભુજમાં કાસમભાઇ માંડે, ગાંધીધામમાં લાલજીભાઇ વઢીયા, જેતપુરમાં રાજુભાઇ સવરૈયા, દ્વારકામાં હમીરભાઇ ડેર, ગારીયાધારમાં ગુણવંતભાઇ મોહનભાઇ, સુરત ઇસ્ટમાં મસુર અહમદ ચશ્મા વાલા, ઉધનામાં સોહિલભાઇ વલસાડમાં કમલેશભાઇ યોગી, રાધનપુરમાં ભુરાભાઇ રાવલ, વેજલપુરમાં જગદીશભાઇ મર્ચન્ટ ના ઉમેદવાર તરીકે નામો જાહેર કર્યા હતા. જયારે પોરબંદર અને જામનગર જીલ્લાના નામો આજ બપોર બાદ જાહેરાત કરવામાં આવશે. જયારે પાર્ટીના ઉપપ્રમુખ મયુર સોલંકી ના હોમગ્રાઉન્ડ ધોરાજી- ઉપલેટા વિસ્તારના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.