પંચ અગ્નિ અખાડા મુકતાનંદજી બાપુ, રમેશભાઈ ઓઝા, ગીજુભાઈ ભરાડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
શહેરના કાલાવાડ રોડ ખાતે આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે આજરોજ સમસ્ત રાજગોર બ્રાહ્મણ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત સહિતના ૩૦ થી ૩૫ જેટલા સંતો-મહંતો, સ્વામીનારાયણ મંદિરના સ્વામીજી ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય સામૈયાથી થઈ હતી. સવારે ૮ વાગ્યાથી કોટેચા ચોકથી શરૂ કરી સ્વામીનારાયણ મંદિર સુધી આ સામૈયામાં લોકો રમતા-રમતાં અને ફૂલોના વરસાદ કરતાં પહોંચ્યા હતાં. મુખ્ય મહંતો તેમજ આગેવાનોને બગીમાં બેસાડી સન્માન સાથે શોભાયાત્રાનું પ્રસ્તાન કરવામાં આવ્યું હતું. આ તકે મુકતાનંદ સ્વામીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ ગીજુભાઈ ભરાડ કે જે પોતાની શૈક્ષણિક ક્ષેત્રે ખૂબજ સક્રિય નામના ધરાવે છે અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની ભાવ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વામીનારાયણ મંદિરના ઓડિટોરીયમ ખાતે ૬ થી ૭ હજાર લોકો હાજર રહ્યાં હતા. આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટયથી કર્યું હતું. તેમાં દીપ પ્રાગટયમાં ગીજુભાઈ ભરાડ, રમેશભાઈ ઓઝા, સાંઈરામ દવે, સંજયભાઈ રાવલે ખાસ ઉપસ્થિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતાં સર્વે સંતો અને સ્વામીઓની પુષ્પ ગુચ્છ દ્વારા અને હાર-માળા પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મકાન સંતો અને સ્વામીઓના આર્શીવચનો સાંભળવાનો લહાવો લેવા સ્વામીનારાયણ મંદિરના ઓડિટોરીયમ ખાતે ૬૦૦૦ થી ૭૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાવી ભક્તોને આ તમામ સંતો-મહંતો અને સ્વામીઓના દર્શનનો લ્હાવો લીધો હતો.
કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પોતાના હાસ્ય કલાથી લોકોને હસાવ્યા હતાં અને લોકોને સંતોના વખાણ કર્યા હતાં. આ ઉપરાંત સંજય રાવલે એ પણ પોતાની કળા દ્વારા પોતાના મંતવ્યો સંતો માટે અને સ્વામીજી માટે સારા એવા અને મુકતાનંદ સ્વામીએ પણ પોતાના આશીર્વચન પાઠવી લોકોને જ્ઞાનના પાઠ આપ્યા હતા.
સૌરાષ્ટ્રભરના સંતો-મહંતોની સેવાની તક: ભરતભાઈ જોશી
ભરતભાઈ જોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કાલાવડ રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલ આ સમસ્ત રાજગોર બ્રાહ્મણ દ્વારા મુકતાનંદ સ્વામી ચાપેડા તેમનું વિશિષ્ટ સન્માન, તેજ રીતે ગીજુભાઈ ભરાડ અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની ભાવ વંદનાના ૩૦ થી ૩૫ જેટલા સંતો-મહંતો તેમજ સતાધારથી વિજયબાપુ, જૂનાગઢથી શેરનાથ બાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં છે. આ સમારોહમાં ૬ થી ૭ હજાર લોકો આખા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવ્યા છે. અત્યારે કાર્યક્રમની શરૂઆત ભવ્યથી ભવ્ય સામૈયા કોટેચા ચોકથી સ્વામીનારાયણ મંદિર સુધી યોજાયા અને આ સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો છે.
સાંદીપની આશ્રમ ખાતે સેવા આપી રહેલા મુકતાનંદ બાપુના સન્માનનો અવસર: જતીનભાઈ ભરાડ
જતીનભાઈ ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમસ્ત રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા પ.પૂ.મુકતાનંદ બાપુ કે જેને અગ્ની અખાડાના સભાપતી તરીકે જેમની નીમણુંક થઈ અને આવો સાથો સાથ અખીલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારે આખો સમસ્ત રાજગૌર સમાજ તેમનું સન્માન કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ભાઈ કે જેમણે સાંદીપની આશ્રમ ખાતે પોતાની સેવા આપે છે અને બાળકોની ભણવાની વિનામુલ્યે સેવા આપે છે. જેથી તેમના માટે ભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરેલું છે અને જેમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યાં હતા.