૨૧ ઓગષ્ટે વધુ સુનાવણીનો કોર્ટનો આદેશ જોયા બાદ તંત્ર પરત ફર્યું
મુંબઈ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ અને સ્ટે ઓર્ડર હોવા છતા પણ આમલીમાં સાઈ બાબા મંદિર પાસે આવેલી એક જમીન પર થયેલા દબાણને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે સેલવાસના આમલીમાં આવેલા સાઈમંદિર પાસે રહેતા રમણલાલ પી. શાહના સર્વે નં. ૨૮૫ની જમીન પર પ્રશાસને ગેરકાયદે કબ્જો કર્યો હોવાનું જણાવી નોટીસ ફટકારી હતી
જેની સામે રમણલાલ શાહે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં આ જમીન તેના પોતાની છે તેવું કહેતા તેમણે જણાવ્યું કે ૩૦ વર્ષથી આ જમીન પર અમારો હક છે. કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કરી દાદરાનગર હવેલી પ્રશાસનને ૨૧ ઓગષ્ટ ૨૦૧૮ સુધીની તારીખ આપી જોકે શનિવારે મામલતદાર, સર્કલ ઓફીસર અને પોલીસ ટુકડી સાથે જેસીબી તથા ટ્રક લઈને આ જમીન પર પહોચી ગયા અને જમીનને ખાલી કરાવવા લાગ્યા ત્યાર બાદ તોડફોડની કાર્યવાહી શરૂ કરી અત્યારે જ રમણલાલ શાહ કોર્ટનો આદેશ લઈને પહોચી ગયા અને અધિકારીઓને આદેશ બતાવ્યો. અને કહ્યું કે ૨૧ ઓગષ્ટે આ અંગેની સુનાવણી મુંબઈ હાઈકોર્ટમાં થશે ત્યારે દબાણ હટાવવાની કાર્યવાહી રોકાઈ.