નર્સીંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગલની જન્મજયંતિએ ઉજવાય છે વિશ્વ નર્સ ડે

કોરોના વોરીયર્સમાં જો સૌથી મોટી ભુમિકા કોઇની હોય તો એ છે નર્સની નર્સનાં ઉમદા વ્યાવસાયમાં સુધારા કરી પ્રતિષ્ઠા પ્રદાન કરનાર બ્રિટીશ નર્સ ફલોરેન્સ નાઇટીંગેલનો જે વિશ્ર્વમાં ઓર્ડર ઓફ મેરીટનું સન્માન મેળવનાર પ્રથમ મહિલા હતી. ફલોરેન્સ નાઇટીંગેલનો જન્મ ૧૨મી મે ૧૮૨૦માં થયો હતો. ૧૨મી ઓગષ્ટ ૧૯૧૦માં તેઓ મૃત્યુ પામ્યા. ક્રીમીન વોરનાં ઘવાયેલા સૈનિકોની ઉમદા સેવા એમણે કરી હતી. તેણીએ નર્સનાં વ્યવસાયને ખૂબ ખ્યાતિ અપાવી. તેને ‘ધ લેડી ઓફ લેમ્પ તરીકે ખ્યાતિ મળી કારણ કે તેણી રાતભર હાથમાં લેમ્પ લઇ ઘવાટોલા સૌનિકોનાં કેમ્પમાં રાત્રીના રાઉન્ડમાં દોરામાં જતાં. ૧૮૬૦માં તેણે નસીંગનાં સ્કુલ માટે સેન્ટ થોમસ હોસ્પિટલ લંડનમાં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તે વિશ્ર્વની પ્રથમ નર્સીગ સ્કૂલ હતી. નર્સનાં કાર્યને તેમણે ખૂબ બિરદાવી તથા નવી નર્સ બનનાર માટે પ્રતિજ્ઞા પણ બનાવી. સારુ કાર્ય કરનાર નર્સને સર્ટીફીકેટ, ફલોરેન્સ નાઇટીંગેલ મેડલ પણ આપવામાં આવે છે. બ્રિટીશ સોસાયટીનાં વિવિધ વિભાગોમાં સ્વાસ્થ્ય સંબંધી સુધારા માટે તેમની કામગીરી ખૂબ નોંધનીય હતી. તેથી જ તેમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે દર વર્ષે ૧૨મી મેના રોજ ઉજવવામાં આવે છે.

નર્સીસ ડેની શુભકામના પાઠવતા ક્રાઈસ્ટ હોસ્પિટલના ડાયરેકટર

12.05.2020 nurses day

આજે વિશ્વ નર્સિંગ ડે છે કોરોનાની મહામારી વચ્ચે જીવનું જોખમ ખેડી હોસ્પિટલની નર્સ બહેનો દર્દીઓની સારવાર કરી રહી છે. ત્યારે આજે ખરેખર નર્સ બહેનોની કામગીરીને બિરદાવવી જ પડે. શહેરની જાણીતી ક્રાઈસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમોન થોમ્માએ આજરોજ હોસ્પિટલની નર્સીસને બિરદાવી તેમને ‘નર્સ ડે’ની શુભકામનાઓ પાઠવી હતી.

ફલોરેન્સ નાઇટિંગલ મેડિકલ ટુરીઝમના પણ પ્રણેતા ગણાય છે

ફલોરેન્સ નાઇટિંગલનો જન્મ ઇટાલીના ફલોરેન્સ શહેરમાં તા.૧૨મીમે ૧૮૨૦માં થયો હતો. ફલોરેન્સ નાઇટિંગઇ મોર્ડન નસીંગના પ્રણેતા તરીકે જગવિખ્યાત છે. નર્સીગની સાથે સાથે તેઓ સામાજિક ક્ષેત્રે અનેક કાર્યા છે, તેઓ સારા સમાજ સુધારક અને આંકડાશાસ્ત્રી પણ હતા. કિમીયન ર્વાર વખતે ફલોરેન્સ નાઇટિંગલ નર્સીગ ને ટ્રેનિંગ આપતા હતા. અને નર્સીગ વ્યવસાયના સારા વ્યવસ્થાપન માટે કાર્ય કરતા હતા તા.૨૧મી ઓકટોબર ૧૮૫૪માં ફલોરેન્સ નાઇટિંગલ તથા તેમના ૩૮ નર્સીગ સ્ટાફની ટીમે કિમીયન વોરમાં ઘવાયેલા સૈનિકોની ઉમદા સારવાર કરી. ડિક્ષનરી ઓફ નેશનલ બાયોગ્રાફીમાં જણાવ્યા અનુસાર ફલોરેન્સ નાઇટિંગલે પર્સનલ હાઇજીન તથા સેનિટેશન પર ખુબ ભાર મુકયો હતો. તેમણે હેન્ડવોશિંગનુ મહત્વ પણ સમજાવ્યુ હતું. અનેક પ્રયત્નો દ્વારા તેમણે મૃત્યુદર નીચો લાવવા માટે પ્રયત્નો કર્યા હતા. કિમીયન ર્વાર વખતે તેઓ લેડીવીથ ધ લેમ્પ તરીકે ખ્યાતિ પામ્યા. ૨૯ નવેમ્બર ૧૮૫૫ના રોજ “ફલોરેન્સ નાઇટિંગલ ફન્ડ ની સ્થાપના કરવામાં આવી. જયાં નર્સીસને ટ્રેનીંગ આપવામાં આવતી હતી. નસીંગની સાથે સાથે ફલોરેન્સ નાઇટિંગલ મેડિકલ ટુરીઝમના પણ પ્રણેતા ગણાય છે. હાલના સમયમાં જયારે કોરોના વાઇરસનાો હાહાકાર છે તે સમયે આપણે ફલોરેન્સ નાઇટિંગલે ચીંધેલા પર્સનલ હાઇમન, બેઝીક સેનીટેશન, હેન્ડવીશીંગ વગેરે મુદ્દાઓ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

માસ્ક, સેનેટાઇઝર અને ફૂટ વિતરણ સાથે નર્સ ડેની ઉજવણી

DSC 0410

આજે વિશ્ર્વ નર્સ ડે નીમીતે પીડીયુ હોસ્પિટલ કેમ્પસમા આવેલી નર્સીગ કોલેજ દ્વારા નર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત નર્સીગ સ્ટાફે ફલોરેન્સ નાઇટિંગલને પુષ્પાજલી અર્પણ કરી કોરોનાના દર્દીઓ મૃત્યુ ન પામે તેવી માટેની સંપૂર્ણ કાળજી લેવા શપથ લીધા હતા. તેમજ હાલ લોકડાઉનના કપરા કાળમાં જરૂરતમંદ દર્દીઓ અને બાળકોને ફળનુ વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત કોરોના જંગ સામે લડતા પોલીસ કર્મચારીઓને સેનેટાઇઝર તથા માસ્કનુ વિતરણ કર્યુ હતું.

ખડે પગે ફરજ નિભાવી રહ્યો છે નર્સીગ સ્ટાફ: હિતેન્દ્ર ઝાખરીયા (નર્સીગ હેડ)

DSC 0409

‘અબતક’ સાથેની વાતચીતમાં નર્સીગ હેડ હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યુ હતુ કે આજે ફલોરેન્સ નાઇટીંગલની ૨૦૦મી જન્મજયંતિ પ્રસંગે અમોએ કોરોનાને જીતવા શપથ લીધા છે. આ માટે અમારો નર્સીગ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે કોરોનાના દર્દીઓને પોઝીટીવ વાઇટસ આપી કોરોનાને મ્હાત આપવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે તેઓના પરિવારનો પણ બહોળો સહયોગ સાંપડી રહ્યો છે.

કાળઝાળ ગરમીમાં માસ્ક અને શરીર પર બે-ત્રણ લેયરની પીપીઇ કિટ  પહેરી સારવાર કરતી નર્સ બહેનો અભિનંદનને પાત્ર: વનિતા રાઠોડ

તેમનાં જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે દર વર્ષ ૧૨મી મેનાં રોજ ઉજવવામાં આવે છે. હાલ, વિશ્ર્વ એક કોરોના વાઇરસની બિમારી સામે જંગ લડી રહ્યો છે. આ કોરોના બિમારી સામે લડનાર લડવૈયામાં મુખ્ય ભુમિકામાં હોસ્પિટલમાં કામ કરનાર નર્સ બહેનો છે. દર્દીની સારવાર હોસ્પિટલમાં ડોકટરનાં માર્ગદર્શન મુજબ મુખ્યત્વે નર્સ જ કરે છે. અને તેમની મમતાભરી સમયસરની સારવારથી દદીને રાહત મળે છે. આ ઉમદા વ્યવસાયને અપનાવનાર નર્સ  બહેનો તમામને પ્રતિષ્ઠા અને સન્માન મળી રહે તે હેતુથી આ દિવસ ઊજવાય છે. નર્સ બહેનો જે હાલ કોરોના મહામારીમાં પોતાના કાર્યમાં ડયુટી પર છે. તેઓ કલાકોનાં કલાક સુધી પાણી પણ નહી પી શકતી. કાળઝાળ ગરમીમાં મોઢા પર માસ્ક અને શરીર પર બે-ત્રણ લેયરની પીપીટી કીટ પહેરી કાર્ય કરી રહી છે. માસ્ક થોડી કલાક પહેરીએ તો પણ મુંઝારો થાય ત્યારે આ કોરોના લડવૈયા ની હિંમતને દાદ આપવી ઘટે. તેમનો જુસ્સો વધારવા બિરદાવવા ઘટે. તમામ નર્સ બહેનોને આજના દિવસની શુભેચ્છા તથા કોટિ કોટિ વંદન.

દર્દીઓને સહાનુભૂતિ આપી કોરોના સામે લડીશું: રાજેશ કાગડા (નર્સીગ મેનેજમેન્ટ હેડ)

DSC 0407

‘અબતક’ સાથેની વાતચીતમાં નર્સીગ મેનેજમેન્ટ હેડ રાજેશ કાગડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૮વર્ષથી મારી નર્સીગમાં સર્વિસ રહી છે. આ ગાળા દરમ્યાન અનેક ચડાવ-ઉતાર આવ્યા છે. પણ હાલ વૈશ્ર્વિક મહામારી કોરોના સંક્રમણના કપરા સમયમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી દર્દીઓને સહાનુભૂતિ આપી રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ વધુ તનતોડ મહેનત કરીને કોરોના જંગ જતીશું  તેવો આજે શપથ લીધાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.