દર એક પરિવારે ૭ કિલો ડુંગળી આપી સહાય કરવાનો સંકલ્પ પુરો થયો
સેવાકીય પ્રવૃતિઓમાં રાજકોટે ભૂતકાળમાં અનેક દાખલા બેસાડયા છે. અને ભવિષ્યમાં પણ બેસાડતું રહેશે. રાજકોટના મહાનુભાવો કપરી સ્થિતિમાં જરૂરીયાત મંદોની સેવામાં ખડે પગે રહે છે. તેવો જ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. જયાં નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧રના કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે અમે ગઇકાલથી ડુંગળી વિતરણ શરુ કયુ હતું. ૩પ૦૦ લોકોને વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી મળી રહે તે માટેનું અમારું આયોજન હતું. ૧ર૦૦ મણ ર૪૦૦૦ કિલો ડુગળી અમે ખેડુતો પાસેથી ૯૦ રૂપિયાના ભાવની મણ લેખે ખરીદી કરી મારા પિતાશ્રી બાબભાઇ રામભાઇ વાંક દ્વારા આ સેવાયજ્ઞ અવિરત શરુ કરવામાં આવ્યો છે. ૧૮૦૦ મણ ઘંઉ આપવામાં આવ્યા છે. ત્યારબાદ લોકોને ડુંગળી આપીએ પરંતુ ગઇકાલે ડુંગળી વિતરણ કરતાં હતા ત્યારે પોલીસ દ્વારા તવાઇ કરી મને ચાર થી પાંચ કલાક પોલીસ સ્ટેશન બેસાડયો હતો. અને ત્યારે મેં સંકલ્પ કર્યો કે જયાં સુધી તમામ ડુંગળી પરીપૂર્ણ ન થાય અને ગરીબોના ઘર સુધી ન પહોચે તયાં સુધી મારા ઘરે જઇ અનાજ નહીં લઉ માત્ર દૂધ પ્રવાહી પર રહીશ અને આજે રાત સુધીમાં ડુંગળી તમામ ડુંગળી વિતરણ કરીશું.
મને એ વાતનો ખુબ જ આનંદ છે કે ગઇકાલે મે કહ્યું હતુ કે જગ્યાએ લોકો ડુંગળી લેવા આવતા પોલીસ તવાઇ બાદ હવે હું ઘરે ઘરે જઇ ડુંગળી આપવા ગયો છું.
અને ગરીબ મધ્યમ પરિવારે મને આર્શિવાદ આપ્યા દુખણા લીધા તેનો મને આનંદ છે. અને તેઓ પણ ખૂબ ખુશ છે. હજુ પણ હું સેવાયજ્ઞ ચાલુ રાખીશ આ તો મારા ખૂનમાં છે. મારા બાપ-દાદાથી ચાલતુ આવે છે. મારા દાદા પિતાજી અને હું પણ આ સેવાકાર્યમાં જોડાયો છું મારો સેવાયજ્ઞ જે ચાલુ છે તેમાં તવાઈ કરવી હોય તો છૂટ છે. કદાચ અટકાયત કરવી હોય અને મને પાસામાં મોકલવો હોય તો પણ છૂટ છે. કારણ કે મારો સેવાયજ્ઞ અડીખમ ચાલુ જ છે અને તેમાં કો, ફેરફાર નહી થાય
અમારા કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકરો કામ કરે છે. તેની ધરપકડ, ફરિયાદો થાય તેવા તમામ પ્રયત્નો ચાલુ છે. ગઈકાલે વિધાનસભા ૭૧ના પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા ઉપર જે પાસાના કાગળો કરી સુરત જેલ હવાલે કરવાના પ્રયત્નો ચાલુ છે. તેનું અમને દુ:ખ છે. મને ગરીબોનાં આર્શિવાદ મળ્યા છે. તેથી મને કહી નહીં થાય અને મારો સેવાયજ્ઞ ચાલુ જ રહેશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર સંજયભાઈ અજુડિયાએ જણાવ્યું હતુ. મારા સાથી કોર્પોરેટર વિજયભાઈ વાંક દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી આપવામાં આવતી હતી. પરંતુ વિતણર કરતા હતા. તેને વેર વિખેર કરી નાખ્યું હતુ ત્યારબાદ વિજયભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અને ત્યારે તેમને સંકલ્પ કર્યો હતો કે તમામ ડુંગળીનું વિતરણ કર્યા બાદ જમશે અને અત્યારે અમે બધા સાથે મળી વિસ્તારના તમામ લોકોને ડુંગળી આપી રહ્યા છીએ જયાં સુધી તમામ ડુંગળી પરિપૂર્ણન થાય ત્યાં સુધી વિતરણ કરીશું.