ઈન્ડસ અને ટાવર વિઝને વેરા પેટે રૂ.૧૧.૮૮ કરોડ મહાપાલિકામાં જમા કરાવ્યા
મોબાઈલ કંપનીઓએ શહેરમાં ખડકી દીધેલા મોબાઈલ ટાવરનો વેરો વસુલવા તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશને મોબાઈલ કંપનીઓને શનિવારી લીગલ નોટિસ ફટકારવાનું શ‚ કર્યું છે. મહાપાલિકાના ચમત્કારને મોબાઈલ કંપનીઓએ નમસ્કાર કર્યા છે અને બે કંપનીઓએ મોબાઈલ ટાવરના વેરા પેટે રૂ.૧૧.૮૮ કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઈન્ડસ, એ.ટી.સી., બીએસએનએલ, ટાવર વિઝન, જીટીએમ, આર.કોમ અને રીલાયન્સ જીયો સહિતની કંપનીના રાજકોટમાં ૫૬૫ મોબાઈલ ટાવરો આવેલા છે. જેની પાસે વેરા પેટે છેલ્લા ઘણા વર્ષોી રૂ.૨૮.૫૭ કરોડ બાકી નીકળે છે. વેરો વસુલવા માટે તાજેતરમાં સુપ્રિમ કોર્ટે કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપતા તમામ કંપનીઓને લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. જેના પગલે ઈન્ડસે રૂ.૧૫.૫૭ કરોડના બાકી વેરા સામે રૂ.૧૧.૨૧ કરોડ મહાપાિલકામાં જમા કરાવ્યા છે. જયારે ટાવર વિઝને ૧.૩૧ કરોડના લેણા સામે ૬૭ લાખ જમા કરાવ્યા છે. આગામી દિવસોમાં બીજી મોબાઈલ કંપનીઓએ પણ બાકી વેરો ભરવાની તૈયારી દર્શાવી છે. જે કંપનીઓના આકારણી બાકી છે તે આગામી દિવસોમાં હા ધરવામાં આવશે.