સમય કાળ અને સ્થિત કાયમ યથાવત રહેતી નથી. હિંમતથી દુ:ખના મોટા મોટા ડુંગરો પણ રેતી થઇ રસ્તો બની જાય છે. કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થયું છે અને રાજયમાં રાજકોટના જંગલેશ્ર્વરમાં પ્રથમ કેસ નોંધાયો હતો.
મહામારીમાં પરિવારની પરવા કર્યા વગર વોરિયર્સની ભૂમિકા ભજવવામાં કોઇ કયાચ રાખી નથી. શહેર ક્ધટ્રોલ રૂમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદયુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલનો કોરોનાએ માત્ર ત્રણ દિવસની સારવારમાં ભોગ લીધો હતો. બાપથી સવાયા બેટા બનીને પ્રદયુમનસિંહ ગોહિલના પુત્રે પિતાના મૃત્યુના ત્રીજા દિવસે પિતાના ડોકટર બનવાનું સપનું પુરુ કરવા નીટની પરીક્ષા આપી હિંમત દાખવી હતી. પરંતુ 700 માંથી માત્ર 383 માર્કસ આવતા સરકારી કોલેજમાં પ્રવેશ મળ્યો ન હતો. પ્રદયુમનસિંહ ના મૃત્યુના પગલે સરકારે મૃતકના પરિવારજનોને રૂ. રપ લાખની સહાય આપી હતી. ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મૃતકના ઘરે જઇ દિલાસો પાઠવી મૃતકના પુત્રને એમ. બી.બી.એસ.નું સપનું પુરુ કરવા હિંમત આપી હતી.
ઉ5રાંત મનોજ અગ્રવાલે પ્રદયુમનસિંહના પુત્ર અભ્યાસની ચિંતા કરી સારી જગ્યાએ પ્રવેશ મળે તેવા પ્રયત્ન હાથ ધર્યો છે. કોરોનાની મહામારીમાં પિતાને ગુમાવનાર પુત્રની સમાજ જોગ અપીલ કે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી સ્વ અને સ્વજનને સુરક્ષિત રાખવા દવા ન મળે ત્યાં સુધી ખાસ કાળજી રાખવા અપીલ કરી છે.