- અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, સૌરાષ્ટ્રની ધરા શાહ ની હિંમત ‘અપરંપાર’
- ‘અબતક’ની મુલાકાતમાં ધરા શાહ, મમ્મી દક્ષાબેન મહેતા અને જીજ્ઞેશભાઈ શાહ એ ‘ધરા‘ની સંઘર્ષમય સફર સફળની રજૂ કરી ’ગાથા’
- ‘ધરા વન્ડર લાઈફ ચેનલ‘ના માધ્યમથી ધરા શાહ હવે કોઈપણ સ્થિતિમાં જીવન ન હારવા લોકોને આપે છે પ્રેરણા
- મોતના મુખમાંથી પાછી ફરીને સૌરાષ્ટ્રની દીકરીએ દિવ્યાંગતા થી જિંદગી હારી જવાના બદલે આદર્યો જંગ, આજે ધરા શાહ હજારો માનવીઓ માટે બની “જીવનની પ્રેરણા”
મૂળ સાવરકુંડલાના વતની ભાવનગર સાસરુ અને અમેરિકામાં પતિ સાથે જોબ સેટ થવા માટેના સપના લઈને ગયેલી ધરા શાહ નું જીવન સામાન્ય સ્વપ્નશીલ કોડભરી ક્ધયા ની જેમ “સરસ” વીતતું હતું …પરંતુ ધરાબેન શાહના જીવનમાં આવેલા અભિશાપ છતાં અડગ મનથી જીવન સામે સંઘર્ષ કરી ફરીથી બેઠી થઈને ધરા એ દિવ્યાંગતાથી જિંદગી હારી જવાના બદલે જંગ કરીને વિશ્વભરના માનવીઓ માટે પ્રેરણા બની ..
અબતકની મુલાકાતે આવેલા ધરાબેન શાહ તેમના માતા દક્ષાબેન મહેતા અને સામાજિક આગેવાન જીગ્નેશભાઈ એમુલાકાતમાં ધરાની સંઘર્ષ ગાથા વર્ણવી હતી…
અમેરિકામાં એસી હજાર થી વધુ સ્પર્ધકો સાથે યોજાતી બી એમ ડબલ્યુ ટેરેસ મેરેથોન માં બંને પગમાં અને હાથમાં કેલીપર પહેરીને મેરેથોન પૂરું કરનારી સ્પર્ધક તરીકે ધારા શાહ ની હિમતે એક નવો અધ્યાય ઊભો કર્યો હતો .
હાથે પગે દિવ્યાંગ ધરા શાહ નિર્ધારિત સમયમાં મેરેથોન દોડ પૂરી કરી જિંદગી નો પડકાર ઉપાડવામાં સફળ થઈ હતી
સાવરકુંડલા માંથી ભાવનગર પરણીને સાસરે ગયેલી ધરા પોતાના પતિ સિદ્ધાર્થ સાથે જીવનના સપના લઈને અમેરિકા ગઈ હતી .લગ્નજીવન ખુબ “સરસ “રીતે ચાલતું હતું 2019 માં કુદરતે સારા દિવસો આપતા ..લેબર પેન સાથે પ્રસુતિ ગ્રહમાં દાખલ કરી તે દરમિયાન તબીબોને સિઝેરિયન કરવાની ફરજ પડી અને પુત્ર રત્નની પ્રસુતિ દરમિયાન વધુ પડતું રક્તસ્ત્રાવ હોવાના કારણે હૃદય બંધ પડી ગયું અને ફેફસામાં પાણી ભરાઈ ગયા, કિડની કામ કરતી બંધ થઈ ગઈ, વેન્ટિલેટર પર રાખવી પડી, આ પરિસ્થિતિ વચ્ચે ઇન્ફેક્શનથી ગેગ્રીન થવાના કારણે બંને પગ અને જમણો હાથ કાપવો પડ્યો ,ડાબા હાથની ચાર આંગળીઓ કાઢવી પડી, ડોક્ટરોએ પરિવારને ઓપરેશન દરમિયાન છેલ્લી વાર “મોઢું “જોઈ લેવાનું કહી દીધું… માત્ર પાંચ ટકા જ જીવનની આશા વચ્ચે થયેલા ઓપરેશન બાદ ધરાની જિંદગી બચી ગઈ.. નવજાત પુત્રનું ચાર મહિના સુધી મોઢું પણ જોયું ન હતું ,આજ સ્થિતિમાં ચાર મહિને ધરા કોમામાં થી બહાર આવી.. ત્યારે જિંદગી બદલાઈ ગઈ હતી ,કુદરતે પુત્ર આપ્યો પણ તેને રમાવી શકે તેવી સ્થિતિ ન હતી. બંને પગ અને હાથ નકામા થઈ ગયા હતા. જીવન આખું બદલાઈ ગયું હતું .
પતિ સિદ્ધાર્થશાહ ,સસુર કિર્તીભાઈ ,સાસુમા બીનાબેન, ધારાની સારવાર સેવામાં લાગી ગયા… માતા-પિતા ઘનશ્યામભાઈ અને દક્ષાબેન માટે દીકરી નું જીવન કોઈ પણ સંજોગોમાં બચી જાય તે જરૂરી હતું, ચાર મહિના બાદ ઘેર આવેલી ધરાશાહ એ ધીરે ધીરે જીવન શરૂ કર્યું. સતત મહેનત અને પ્રેક્ટિસથી ધારા શાહ ચાલવા લાગ્યા તેમણે જણાવ્યું હતું કે મને મારા પરિવારના પ્રેમથી નવું જીવન મળ્યું હવે મને મારા જીવન સંઘર્ષનો સંતોષ છે. મને નાની ઉંમરમાં એટલું શીખવા મળ્યું કે ક્યારેય મુશ્કેલી થી મરવાનું નહીં દરેક તબક્કે કુદરત નવી તકો ઉભી કરે છે.
બંને પગ અને હાથ વગર સામાન્ય જીવન જીવવાની સમર્થતા પછી મારું જીવન અન્યને કામ આવે તે માટે નિરાશ હતાશ અને નાસીપાસ થયેલા લોકો ના” મોટીવેશન” માટે મન બનાવ્યું
મિત્રોએ સલાહ આપી કે તમે ઘરકામ કરો છો, રસોઈ બનાવો છો, તેની ટેકનીક અન્યને શીખવવી જોઈએ આ વિચાર એ ધરા વન્ડર લાઈફ ુજ્ઞીિીંબય ચેનલ શરૂ કરી અને તેના માધ્યમથી હું દિવ્યાંગો ને માર્ગદર્શન આપું છું,મારે હવે જીવનમાં નિરાશ લોકોને દિવ્યાંગો સુધી વધુને વધુ પહોંચવું છે અને જીવનના સંઘર્ષ સામે લડતા શીખવવા છે મારું જીવન જોઈને અનેક લોકો પ્રેરાય છે એક સબસ્ક્રાઈબર ના મેસેજમાં જણાવ્યું હતું કે તે આપઘાત કરવા જતો હતો ત્યારે મારી પ્રેરક જિંદગીથી તેણે આત્મહત્યાનો વિચાર પડતો મૂક્યો ….મને મારા જીવનમાં આવેલા દુ:ખનો જરાય પણ અફસોસ નથી.. કારણ કે મને મારા જીવનની સફળતા અને અન્ય માટે પ્રેરક સ્થિતિનો સંતોષ છે… રોજના ત્રણ કિલોમીટર ચાલુ છું હવે મને જરા પણ મુશ્કેલી નથી… હું લડીને ઉભી થઈ છું તમે સૌ પણ જીવનમાં અડગ પણે લડતા રહો મારે મેરેથોનમાં દોડતું રહેવું છે અને પાંચ કિલોમીટર થી આગળ વધીને 10 કિલોમીટર બાદ હાફ મેરેથોન અને ફુલ મેરેથોન માં સામેલ થવું છે મને વિશ્વાસ છે કે હું જીવનમાં મારો ગોલ જરૂરથી પૂરો કરી શકીશ. મેં મારી લાઈફને વન્ડરફુલ બનાવી છે ડિસેબલ થયા ત્યારે લાઇફ પૂરી નથી થઈ જતી પરંતુ ખરેખર શરૂ થાય છે.
સતિષભાઈ મહેતા અને અબતક પરિવારની હું ઋણી બની છું: ધરા શાહ
હું નવું જીવન લઈને મારા વતન આવી છું, મારા જીવન પરથી ઘણા લોકો પ્રેરણા લઈ રહ્યા છે.. અલબત્ત મારો સંઘર્ષ સમાજ માટે પ્રેરક બને ,મને સન્માન મળે ,તે માટે અબતક પરિવાર અને સતિષભાઈ મહેતા એ મને જે પ્લેટફોર્મ આપ્યું” સલામ જિંદગી” માટે મને તક આપી તે માટે હું સતિષભાઈ મહેતા અને અબતક પરિવારની ઋણી બની છું અહીં આવીને મને મારા મનના ભાવ વ્યક્ત કરવા મને” પિયર” જેવું વાતાવરણ મળ્યું અબ તકનું આ “આંગણું” મારા માટે જીવનભરનું સંભારણું બની રહ્યું છે.
પગ હાથ વિના મેરેથોન સુધી પહોંચવું ચમત્કારથી કમ નથી: ધરા શાહ
બંને પગ ને બંને હાથ નકામા થઈ ગયા બાદ ઊભું રહેવું પણ અઘરું હતું ,દવાખાને થી ઘેર આવ્યા પછી પતિ સિદ્ધાર્થે સંભાળ લેવાનું શરૂ કર્યું .કોરોનાના કારણે ઘેર એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું વિલચેર માંથી પહેલીવાર ઊઠીને પ્રથમ પગલું ભર્યું ત્યારે મારા પતિ સિદ્ધાર્થ નાચી ઊઠ્યા હતા.. ધીરે ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરી અને મેરેથોનમાં જોડાવાનું સંકલ્પ કર્યો. પાંચ પાંચ કિલોમીટરની બે મેરેથોન સુધી પહોંચવામાં મને મારા પરિવારનો સહકાર અને ઈશ્વરની કૃપા થી જ ચમત્કાર થયો છે
જિંદગી સટોસટનો જંગ ખેલી મેળવેલા પુત્ર માહિરને ઉછેરવાની ઈચ્છા પણ પૂરી ન થઈ
ધરા શાહ અને સિદ્ધાર્થ ને કુદરતે ફુલ જેવો પુત્ર માહિર આપ્યો હતો બંને હાથ ન હોવા છતાં ધારાને પુત્રનું મોઢું જોવાનું સુખ અનુભવાતું હતું ,પરંતુ કુદરતને આ સુખ પણ મંજૂર ન હોય તેમ માહિર જનમથી જ જીનીંગ ડીસઓર્ડર ની સમસ્યા ધરાવતો હતો તેમ છતાં માતા પિતાએ લાડ પ્રેમથી તેને ઉછેર્યું અને 20 મી ડિસેમ્બર 10 મહિનાના સેલિબ્રેશનની પાર્ટી ગોઠવી..માહિરને પાર્ટી માટે તૈયાર કરતા હતા તે દરમિયાન સાંજે જ તેની તબિયત બગડી અને ધારાબેનના ખોળામાં જ માહીરે આંખ મીચી ,આ ઘટનાથી હું હતપ્રત બની હતી. શું કરવું? તે સમજાતું નહોતું .ત્યારે મારા પતિ સિદ્ધાર્થ અને સાસુ સસરાએ મને હુંફ આપી પુત્રને ઉછેરવાની ઈચ્છા અધૂરી રહી પણ માહિર ની યાદ સજીવન રાખવા જીવવાનો સંકલ્પ મારા માટે માટે સફળતાની સીડી બની તેમ ધરાએ સજળ નયને જણાવ્યું હતું.