ફેલાવ્યો છે જેણે વિશ્વમાં, કોરોના કરો કહેર

ડરશું નહી આપણે ચીન થી, છે ઉપરવાળાની મહેર

સલામ છે તમને પરમાત્મા…

આવી આફત કોરોનાની, ને કર્યો એકજૂટ દેશ

લાખ સલામ છે મોદીજી, ના ડર્યા તમે લવ-લેશ

સલામ છે તમને મોદીજી…

કરે છે સેવા દર્દીઓની, જોતી નથી જે દિવસ-રાત

વંદન છે એ ડોકટરોને, નથી જોઇ જેણે નાત-જાત

સલામ છે એ ડોકટરોનેેે…

નથી પરવા પોતાની, કરે છે દિલથી સેવા

અભિનંદન હોસ્પિટલના સ્ટાફને, પાડે છે પર-સેવા

સલામ છે એ હોસ્પિટલ સ્ટાફને…

લડી રહ્યા છે લોકોસહુ, ને લડી રહી છે રાજય સરકાર

કમી ન રહે કોઇ ચીજની, કરી રહી છે સૌની દરકાર

સલામ છે રાજ્ય સરકારને…

ઉદ્યોગપતિઓ પણ ખૂબ રિઝયા, વહાવી સરિતા દાનની

આપ્યા સરકારને રૂપિયા, ને કરી વ્યવસ્થા ધાન ની

સલામ છે એ ઉદ્યોગપતિઓને…

જોડાયા બિલ્કર્સ પણ સેવામાં, ને આપી સારી એવી રકમ

કરી ચિંતા સમાજની, કે થાય નહીં કોઇને જખમ

સલામ છે એ બિલ્ડરોને…

કરી રહ્યા છે મદદ અહી, કંઇક નામી-અનામી

રહે છે ઉભા અડિખમ, હોય ભલે કોરોની સુનામી

સલામ છે એ ગુમનામોને…

આવી આગળ ધાર્મિક સંસ્થાઓ, કરે છે મોટા કામ

દિવસ-રાત સેવા કરવી, નહી કોઇ જાતનો આરામ

સલામ છે એ ધાર્મિક સંસ્થાઓને…

લીધી આગેવાની સંતોએ, પાડી હાકલ સેવાની

જોડાયા હજારો પ્રેમથી, વાત છે આ સૌને કહેવાની

સલામ છે એ સતોને…

છલકાવી ઝોળી પૈસાની, આપી એક દિવસનો પગાર

થઇ અચંબિત દૂનિયા, જોઇ શિક્ષકોનો વ્યવહાર

સલામ છે એ શિક્ષકોને…

છે આપનારા અહીં અનેક, માનવાતાના બેલી

આપો ખુશી બાંધવોને, લાવે હર્ષની હેલી

સલામ છે એ માનવતાવાદીઓને…

કરી ચિંતા પશુ-પક્ષીઓની, હોય કણ કે ક્ષણ

વંદન જીવદયાપ્રેમીઓને, તત્પર હોય છે હરક્ષણ

સલામ છે એ જીવદયાપ્રેમીઓને…

જાગૃત રાખે છે સૌને, પહોચાડી સાચી માહિતી

કેટકેટલા તથ્યો, વાતો, વિચારો, ને વર્ણવે સાચી સ્થિતી

સલામ છે એ વર્તમાનપત્રોેને…

તંત્રી, પત્રકારો, ન્યુઝ ચેનલો, કે વાત હોય કેમેરામેનની

લઇ જોખમ નીકળે બહાર, કરે અપીલ સુખ-ચેનની

સલામ છે એ મિડીયા જગતને…

આર.એસ.એસ. જેવી સંસ્થા, રાષ્ટ્રપ્રેમ જેની રગમાં

કરી સંપર્ક જન-જનનો, કરે સેવા જે જગમાં

સલામ છે એ આર.એસ.એસ.ને…

ધન્ય છે એ બેંકોને, સરકારી, પ્રાઇવેટ કે શરાફી

કરોડો આપ્યા પરમાર્થે, ને કરી વ્યાજની માફી

સલામ છે. એ બેંકોને…

રાજી કર્યા સૌ માણસોને, રાખ્યા છે કામે જેણે

આપી પુરો પગાર, નથી રૂપિયો કાપ્યો એણે

સલામ છે એ શેઠ-શેઠાણીને…

શેરી ગલી કે મહોલ્લામાંથી, નીકળે છે સૌ સેવા વીરો

ખીચડી, રોટલી, ભાખરી, થેપલા, શાક, તો કોઇ આપે છે શીરો

સલામ છે એ સેવાગ્રુપોને…

પીડિત છે જે થેલિસીમીયાના, ને જરૂર છે જેને રકતની

કરી વ્યવસ્થા લોહીની, જોઇ વાત આ વકતની

સલામ છે એ સૌ આયોજકોને…

જ્ઞાતિઓ આવી વિવિધ આગળ, ચેક લાખોના કર્યા અર્પણ

કરાવ્યા દર્શન એકતાના, કરી સેવા સમર્પણ

સલામ છે સમાજના શ્રેષ્ઠિઓને…

કલાકારો, રમતવિરો કે વૈજ્ઞાનિકો, મળીને વાત એક જ કહી

જા કોરોના ભાગ જલ્દી, નથી તારુ કામ અહી

સલામ છે એ હસ્તીઓને…

કર્યુ લોકડાઉન વડાપ્રધાને, કરી ચિતા ઘર ઘરની

પ્રગટાવજો દીવા પાચ એપ્રિલે, નથી જરૂર રહે ડરની

સલામ છે આપણા વડાપ્રધાનને…

અંતમાં કહે છે સૌ ભારતવાસીઓ

ભાગશે જરૂર આ રાક્ષસ, નામ છે જેનું કોરોના

ન ભિડતો કદી બાથ ભારત સામે, આવતો નહી કદી ઓરોના

સલામ છે સૌ ભારતવાસીઓને…

– ડો. તેજસ શાહ

લાઇબ્રેરીયન-વી.વી.પી. ઇજનેરી કોલેજ રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.