આજના હાઇફાઈ યુગમાં પ્રિ વેડિંગ અને રીસેપ્શનમાં ધમાકેદાર એન્ટ્રીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિએ પોતાના લગ્ન પ્રસંગે અનોખા અંદાજમાં સમાજને ઇંધણ બચાવવા વધુને વધુ સાયકલનો વપરાશ કરવાનો સંદેશો આપવા પોતે સજી ધજીને સાયકલ પર એન્ટ્રી કરી હતી.
મોરબીમાં દુલ્હેરાજાએ પોતાના લગ્ન પ્રસંગે સમાજને જોરદાર સંદેશો આપતા સાયકલ નો વપરાશ વધે અને શહેર પ્રદુષણ મુક્ત બને તેવી કલ્પના માટે સાયકલીંગ દ્વારા દાંડિયારાસમા એન્ટ્રી કરી હતી, વરમોરા તેમજ સોનેકસ ગ્રુપના ભાગીદાર અભિ વિનોદભાઇ લેંન્ચીયા એ નવો અભિગમ આપીને સમાજને બહુ મોટો સંદેશ આપ્યો હતો.