સ્વામી વિવેકાનંદ વસુધૈવ કુટમ્બકમ અને વિશ્વ બંધુત્વ, નો સંદેશ ” સે કહો હમ હિન્દુ હૈ” નું સુત્ર આપી સમગ્ર વિશ્વમાં હિન્દુત્વનો પાયો મજબુત કરનાર અને શિકાગો સંમેલનમાં દુનિયાના ભાઈઓ અને બહેનોના સંબોધનથી દુનિયાના લોકોનું હિન્દુતવના સંસ્કારના દર્શન કરાવનાર તેજ રીતે પુરા ભારતમાં હિન્દુના ધર્મગુરૂ, તમામ ફીરકાને એક મંચ ઉપર લાવી આખા ભારતને હિન્દુત્વની એકતાના દર્શન કરાવનાર અને ” હિન્દુ: પતિતો ભવેત” અને ” નહી તું – હું નહી ફકત તુ” અને ” સ્વાહા ઈદ ન મમ” ને જીવન મંત્ર બનવાની શીખ આપનાર એટલે ગુરૂજી.
માધવરાવ સદાશિવરાવ ગોલવલકર જન્મ સવંત 18રછ ની મહાવદ 11 – (19 ફેબ્રુઆરી) ના દિવસે જન્મ થયેલ હતો. માતાનું નામ લક્ષ્મીબાઈ, પિતાનું નામ સદાશિવરાવ, બાળપણ માં લાડકુ નામ મધું. તેમને આઠ સંતાનો અકાળે મૃત્યુ પામ્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી, “મોરનાં ઈડાને ચીતરવા ન પડે” કહેવત અનુસાર એક સામાન્ય પરિવારમાં જન્મેલા શિક્ષક પિતાનાં એક માત્ર પુત્ર હતા. આર્થિક દ્રષ્ટિથી જે મધ્યમ વર્ગ કહી શકાય એવા પરિવારનાં હતા. પિતા અયાપક હોવાથી નોકરીનાં અર્થે હિન્દી ભાષી પ્રદેશોમાં જતા. ઘરમાં માતૃભાષા મરાઠી, હિન્દી અને અંગ્રેજી માં પણ પ્રવિણ થઈ ગયા. નાનપણમાં સાત્વીક, ધર્મપરાયણ સંસ્કારો, તીવ્ર બુઘ્ધીમતા, સ્મરણશક્તિ, ગીતા-રામાયણ-બાઈબલ નો સંપૂર્ણ અભ્યાસ આમ નાનપણથી જ પોતાની બુધ્ધી પ્રતિમાની જલક દેખાડી હતી.
ઈન્ટરમીડીયેડ ઉર્તીણ અંગ્રેજી વિષયમાં પ્રથમ પારિતોષીક મેળવી દેશનાં પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં લોકપ્રિય થયા હતા. ગ્રંથાલયમાં એકય એવું પુસ્તક નહી હોય કે જે મધુએ નહીં વાંચેલ હોય. ગ્રંથાલયમાં એકવાર વાંચતા વાચતા ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડી પોટેશીયમ પરમેનેન્ટ પાણીમાં પગ બોળી વાંચવા માંડ્યા. મધુ નો જવાબ હતો વીછી તો પગે કરડયો છે માથે નહી. બી.એસ.સી., એમ.એસ.સી. પાસ થયા પછી પિતાજી નિવૃત થયા. આમ ત્યારથી ઘરની જવાબદારીને લીધે કાશી વિશ્વ વિદ્યાલયમાં પ્રાધ્યાપકની નોકરી મેળવી. વિદ્યાર્થીઓના પ્રિય થઈ ગયા. આમ વિદ્યાર્થીઓ ગુરૂજી કહેતા. આમ આજે વિશ્વમાં ગુરૂજી તરીકે પ્રખ્યાત થઈ ગયા અને ત્યારથી જ સંઘના સંપર્કમાં આવ્યા. ગુરૂજીનાં માતાપિતાની ઈચ્છા હતી કે મધુ લગ્ન કરે . વંશ ખંડીત ન થાય તેની ચીંતા હતી. પરંતુ ગુરૂજી નોખી માટીનાં નીકળ્યા. વંશ કરતાં સમાજ ની ચીંતા વધારે હતી.
આમ 1934 માં આર.એસ.એસ. ની પ્રથમ જવાબદારી સ્વીકારી. ત્યારબાદ અભ્યાસ ચાલુ રાખી એલ.એલ.બી. ઉર્તીણ થયા. ત્યારબાદ રામકૃષ્ણ મઠનાં અઘ્યક્ષ શ્રી અખંડાનંદ (સ્વામી વિવેકાનંદનાં ગુરૂબંધુ શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે ગણ્યાગાઠયા યુવાનોને કઠોર તપસ્યા દ્વારા જીવન કાર્યને કર્તવ્યબોધ કરાવ્યો તેમાંનાં.) નાં સાનિધ્યમાં દિક્ષા ગ્રહણ કરી આમ સમાજનાં કામમાં પોતાનો પૂર્ણ સમય આપતાં સ્વામી અખંડાનંદજીનું મહાનિર્વાણ થતાં ત્યારે ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા. આમ ગુરૂજી ડોક્ટરજી ને મળી સંપૂર્ણપણે સંઘમય થયી સમાજસેવા અને રાષ્ટ્રસેવાનાં કામે લાગી ગયા. જેમ સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળ્યા.
સંઘનાં સ્વયંસેવકો “અસ્પૃશ્યતા એ સવર્ણોનાં મનનો રોગ છે, સ્વદેશી, માતૃભાષા, અખંડભારત, હિન્દુ રાષ્ટ્ર, આદર્શ ભારતીય આવા વિષયો પર સંઘનાં લાખો સ્વયંસેવકો ને સુંદર માર્ગદર્શન આપી સતત 33 વર્ષ સુધી સંઘનાં સરસંઘચાલક પદે રહીને સંઘરૂપી ક્ષેત્રને વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી “રાષ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ” ના મંત્ર ને જીવત મંત્ર બનાવી લાખો નાં હદયમાં નવચેતના જગાવી, આમ, હેડગેવાર અને ગુરૂજી એક જ જીવનના બે અંગે રહ્યા. હેડગેવાર અનુભુતિ હતા તો ગુરૂજી તેમની જીવતી વ્યાખ્યા બની રહ્યા, જો હેડગેવાર હિન્દુધર્મી ગંગા હતા તો ગુરૂજી આ ગંગાના ભગીરથ હતા. આમ, બંનેનું મિલન રહસ્યવાદ અને બુધ્ધિવાદનું મિશ્રણ હતું. તે ગુરૂજી એ દિ. પ જૂન 1943ના રોજ વસમી વિદાય લીધી.