15મી ઓગષ્ટે રાષ્ટ્રભકિતના કાર્યક્રમનું આયોજન
શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે સેવા સમિતિની અનેક સેવા વડે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ.બા.બ્ર. જય-વિજયબાઈ મહાસતીજીના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ પૂ. બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી, સરળ સ્વભાવી પૂ. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજી, સંઘવત્સલા પૂ. બા.બ્ર. વર્ષાબાઈ મહાસતીજી, સ્વાધ્યાયપ્રેમી પૂ. બા.બ્ર. આરતીબાઈ મહાસતીજી, મધુરકંઠી પૂ. બા.બ્ર. હિનાબાઈ મહાસતીજી આદી ઠાણા-6 ચાતુર્માસના પ્રારંભથી વિવિધ ધર્મ આરાધના કરાવી રહયા છે.
તેમના ગુરુદેવ શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા. એવમ પૂ. જય-વિજય પિરવારના અંતિરક્ષ્માંથી આશિર્વાદથી દર રવિવારે વિશેષ ભક્તિનો કાર્યક્રમ રાખી રહયા છે અને આરાધકો હોષભેર આ ભક્તિના કાર્યક્રમમાં લાભ લઈ રહયા છે.
ગત રવિવારે 24 તિથઁકર ને વંદન કરતી ભક્તિ અને સ્તૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. 24 બહેનોએ 24 તિથઁકરોના મુગટ ધારણ કરી આ કાર્યક્રમને દિવ્ય બનાવ્યો હતો. લોગસ્સ તથા મહાવીર સ્તૃતિ સાથે વણી લઈ ને આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી.
ગિરમા ગૃપના બહેનો, જૈન પ્રોગ્રેસીવ ગૃપના ભાઈઓ તેમજ શેઠ ઉપાશ્રય જૈન સંઘ-સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ હતા. રાષ્ટ્રપર્વ 1પમી ઓગષ્ટે પણ આ પ્રકારનો રાષ્ટ્ર ભક્તિ અને શાસન ભક્તિનો કાર્યક્રમ સવારે 8:30 થી 9:30 કલાકે રાખવામાં આવેલ છે તો દરેક ભાવુકોએ જોડાવા શ્રીસંઘે અનુરોધ કરેલ છે.