મીઠાના ભાવમાં છેલ્લા 4 વર્ષમાં 70 ટકાનો વધારો થયો
મીઠાની મીઠાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેની કોઈ પણ પ્રકારની તાણ ઉભી ન થાય. માટે યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવી એટલી જ જરૂરી છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ મીઠાની તાણ સબરસને મોંઘુ બનાવી રહ્યું છે. પરિણામે છેલ્લા ચાર વર્ષની જો વાત કરવામાં આવે તો મીઠાના ભાવમાં 70% જેટલો વધારો જોવા મળ્યો છે. ઉદ્યોગ ની સાથે ઘર વપરાશમાં પણ મીઠાનું મહત્વ અનેરૂ છે પરંતુ જે રીતે છેલ્લા વર્ષોમાં મીઠામાં ઉતરોતર ભાવ વધી રહ્યા છે તેના કારણે મીઠાની ત્રણ સર્જાય છે અને સબરસને મોંઘું કર્યું છે. મીઠામાં જે તાણ અનુભવાય રહી છે તેનું મુખ્ય કારણ જે સામે આવ્યું તે એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ચક્રવાત અને વરસાદી માહોલમાં જે બદલાવ જોવા મળ્યો છે તેના કારણે મીઠાનું ઉત્પાદન ઘટ્યું છે અને અછત પણ સર્જાય છે.
મીઠાનું પૂરતું ઉત્પાદન અને તેની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ તેના માટે સરકારે યોગ્ય પગલાં લેવા એટલા જ જરૂરી છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગત વર્ષોમાં મીઠાના ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા બે વર્ષમાં 10% જેટલો ઘટાડો જોવા મળતા મીઠામાં પણ અછત સર્જાય છે એટલું જ નહીં વિતરણ વ્યવસ્થા પણ છોડવાથી હોવાના કારણે ભાવમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે. મીઠું પછી ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવેલું હોય કે ઘર વપરાશમાં બંને ક્ષેત્રે ખૂબ વધુ પ્રમાણમાં ભાવમાં વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા તેમાં એ વાત સ્પષ્ટ છે કે 2018-19 ની સરખામણીમાં 2021-22 માં 216 લાખ ટન જ મીઠાનું ઉત્પાદન શક્ય બન્યું હતું.
બીજી તરફ જે ઉદ્યોગો મીઠા આધારિત છે કે જેઓ કાસ્ટિક સોડા સહિતની ચીજ વસ્તુઓ બનાવતા હોય તેઓને ઘણી માંથી અસર પહોંચી છે. માર્જિન પૂરતુંન મળવાના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલુંજ નહીં ડીઝલમાં ભાવ વધારો ઉર્જામાં ભાવ વધારો અને કામદારોના વેતનમાં વધારો આવવાના કારણે પણ મીઠા ઉદ્યોગને ઘણી અસરનો સામનો કરવો પડ્યો છે. સરકાર મીઠાની જે તાણ ઊભી થઈ છે તેને ઘટાડી સબરસને મોંઘુ ન થવા દઈએ અને લોકોના ઉપયોગમાં તે સરળતાથી આવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રયત્નો હાથ ધરશે. સરકારે દરેક ક્ષેત્રમાં એક યોગ્ય વ્યવસ્થા ઉભી કરેલી છે ત્યારે સરકાર જો મીઠા ઉદ્યોગને ધ્યાને લઈ પૂરતી વ્યવસ્થા ઊભી કરે તો તેનો ઘણો ખરો ફાયદો મીઠા ઉદ્યોગને પણ મળી શકે છે.