ત્રણ મહિનાની મૌસમમા 13 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થશે
સબરસ, મીઠાના મુલક ગણાતા ખારાઘોડા રણમાં મીઠા ઉપાડવાની સીઝન પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે. ત્રણ મહિના સુધી ચાલનારી આ સીઝનમા અંદાજે 13 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ખારાઘોડા રણમાં જેસીબી અને ડમ્ફરો વડે મીઠું ખેંચવાની શરૂઆત થઈ જવા પામી છે. રણમાંથી ખારાઘોડા અંદાજે 13 લાખ મેટ્રિક ટન મીઠું આવવાનો અંદાજ મીઠાના વેપારીઓએ લગાવ્યો છે.ખારાઘોડા રણમાંથી ટ્રકો, ડમ્ફરો અને જેસીબી સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ છે. આ સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલવાની છે. તો આ વર્ષે રણમાંથી ખારાઘોડા ગંજે અંદાજે 13 લાખ મેટ્રીક ટન મીઠું આવવાનો અંદાજ મીઠાના વેપારીઓ લગાવી રહ્યાં છે. રણમાંથી જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 44 ડીગ્રીએ પહોંચતા અગરિયાઓ અને મજૂરો કાળઝાળ ગરમીમાં શેકાયા છે.
મજૂરો દ્વારા અગાઉ રણમાં ટ્રકોમાં પાવડા અને બખડીયા દ્વારા મીઠું ભરવામાં આવતુ અને ખારાઘોડા ગંજે ટ્રકોના પાટીયા ખોલી લાંબા પાવડા વડે મીઠું ખાલી કરાતુ અને ત્યારબાદ મજૂરો દ્વારા બખડીયામાં મીઠું ઉપાડી ગંજા પર ચઢાવી ગંજો બનાવવામાં આવતો હતો. પરંતુ હવે યાંત્રીક યુગ આવતા આ તમામ કામદારોની જગ્યા જેસીબી, બુલડોઝર અને ડમ્ફરો જેવા સાધનોએ લઇ લીધી છે.રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રણમાં અસહ્ય બફારા વચ્ચે અગરિયાઓ અને મજૂરો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પાણીના ટેન્કરો અશંત: બંધ કરાતા અગરિયા મહિલાઓને ખરા બપોરે બધું કામકાજ છોડીને રણમાં માથે બેડા ઉંચકીને દૂર દૂર સુધી પાણીની એક એક બુંદ માટે ભટકી રણમાં વિરડા ગાળી ગાળીને ખોબે ખોબે પીવાનું પાણી લેવાની નોબત આવી છે.