મોડે સુધી પડેલા વરસાદના કારણે ઉત્પાદન પર પણ અસર પડશે
સમગ્ર રાજ્યમાં થતાં મીઠાના ઉત્પાદનમાં ખારાગોઢાના રણમાં થતાં મીઠાનું ઉત્પાદન ૭૦% જેટલું છે અને અહિં દર વર્ષે અંદાજે ૮ થી ૯ લાખ મેટ્રીક ટન મીઠાનું જંગી ઉત્દાન પણ થાય છે પરંતુ ચાલુ વર્ષે નવેમ્બર મહિના સુધી પડેલ વરસાદને કારણે દરિયા કાંઠે જે મીઠાના ઉત્પાદનથી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થાય છે એ ચાલુ વર્ષે વરસાદ પડવાના કારણે થઈ શક્યો નથી અને જે મીઠાનો સ્ટોક હતો તે પણ પતી ગયો છે અને રાજ્યમાં મીઠાનું ઉત્પ્દન કરતાં એકમો પાસે મીઠાનો સ્ટોક હોવાથી ખારાગોઢા ખાતે આવેલા મીઠાની માંગમાં વધારો નોંધાયો હતો.
આથી દર મહિને અસોશીએસનની મીટીંગ મીઠાનો ૧૦૦ કિ.ગ્રા.નો નિકાસનો ભાવ સામેની માંગ ધ્યાને રાખી નક્કી કરવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં લગભગ ક્વિન્ટર દીઠ રૂા.૩૦નો વધારો કરવામાં આવતાં હાલ એક ક્વિન્ટલ મીઠાનો ભાવ રૂા.૧૦૦ને આંબી ગયો છે જ્યારે ખારાાઘોડા સ્ટેશનેથી રેલ્વે વિભાગ દ્વારા દર મહિને ૧૫ જેટલી રેંકો રેલ્વે દ્વારા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, નેપાળ સહિતના દેશોમાં મીઠાની નિકાસ કરવામાં આવે છે. એક રેંકમાં રેલ્વેના અંદાજે ૪૨ જેટલાં ડબ્બાઓ ભરાય છે જ્યારે રેલ્વે વિભાગના જણાવ્યા મુજબ ગત ફેબુ્રઆરી ૨૦૨૦માં વિક્રમજનક ૨૮ રેકો લોડીંગ કરવામાં આવી હતી અને માર્ચ મહિનામાં પણ ૧૫ થી ૨૦ રેકો મીઠાની લોડીંગ થશે તેઓ અંદાજ છે આમ ગુજરાતભરમાં મીઠાનો સ્ટોક નહિં હોવાથી ખારાઘોડામાં મીઠાના વેપારીઓને ધી-કેળાં થઈ ગયાં છે.
ખારાગોઢા રણમાં ઉત્પાદન થતું મીઠું ૧૦ માર્ચની આસપાસ પાકી જતું હોય છે પરંતુ મોડે સુધી પડેલા વરસાદથી અહિં પણ મીઠાની આવક એક મહિનો મોડી થવાની સંભાવના હોય હજુ પણ મીઠાની નિકાસ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સામાન્ય રીતે રેલ્વે વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા દરમ્યાન મીઠાની નિકાસ માટે રેલ્વેનું ભાડું ૨૦% ઘટાડવામાં આવતું હોય છે