સોડિયમથી ભરપૂર સોલ્ટ અનેક રીતે ઉપયોગી બને છે.
નમકથી ત્વચામાં રહેલા ડેડ સ્કીન સેલ્સ રિપેર થાય છે.મોડર્ન યુવતીઓ સ્વસ્થ ત્વચા મેળવવા સોલ્ટ બાર્થ તરફ પ્રેરાઈ રહી છે કારણકે સોલ્ટમા કુદરતી રીતે ન્યૂટ્રીયન્ટસ , મિનરલ , સોડિયમ , કેલ્શિયમ જેવા ગુનો ત્વચાના છિદ્રોને ડીપ ક્લીન કરે છે.જેનાથી ત્વચાનો નિખાર પાછો આવે છે
સોલ્ટ બાર્થ લેવાથી તન મનની શાંતિ થતાં તણાવમાથી રાહત મળવાની સાથે રેલેક્સેશન થાય છે.જોકે સોલ્ટ બાર્થની પસંદગી ત્વચાના પ્રકાર મુજબ કરવી ખુબજ જરૂરી છે.બ્યુટી પ્રોફેનલ લિસા રાય જણાવે છે કે બજારમાં માલ્ટા સોલ્ટ બાર્થનો ઉપયોગ કરતાં પેલા તમારી સ્કીનનો ટાઈપ જાની લેવું.જો તમે સ્ટ્રેસડ અથવા સેન્સેટીવ સ્કીન ધરાવતા હોય તો લવેંડર અને ગુલાબ જળ સાથેના સોલ્ટ બાર્થનો ઉપયોગ કરી શકો છો.ડ્રાય સ્કીન માટે આલમન્ડ અને ઓરેંજ સોલ્ટ બાર્થ લેવો જોઈએ.
થાકેલી અથવા નિસ્તેજ ત્વચામાંતે જો તમે સોલ્ટ બાર્થ શોધી રહ્યા હોય તો રોઝમેરી અથવા પેપરમિંટ ફ્લેવર કુલિંગ અને રિફ્રેશિંગથી સ્કિનટોન જળવાય રહે છે.
જો તમારી ત્વચામાં દાગ ધબ્બા કે કળાશ હોય તો ડેડ સી બાર્થ સોલ્ટનો ઉપયોગ કરી શકો છો .