દબંગ-૩, રેસ-૩, કિક-ર, ૧૦ કા દમ, બિગ બોસ, ભારત અને સલમાન  હોમ પ્રોડકશનનું શું થશે ?

કાળીયાર કેસમાં સલમાન દોષિત જાહેર થયા બાદ સમગ્ર બોલીવુડમાં સન્નાટો છવાઇ ગયો છે. તેથી બોલીવુડને ૮૦૦ કરોડ સુધીનું નુકશાન થઇ શકે છે. તેથી બોલીવુડને ૮૦૦ કરોડ સુધીનું નુકશાન થઇ શકે છે. જો સલમાનને બેલ નહીં મળે તો ઇન્ડસ્ટ્રીને મોટું નુકશાન થવાની શકયતા છે. કારણ કે બોલીવુડમાં અમુક જ કલાકારો છે. જે સફળતાની ગેરેન્ટી જ નહી પણ બ્લોકબસ્ટર હીટની ગેરેન્ટી આપે છે. સલમાનની ફિલ્મ રેસ-૩ થ્રી ૧૪ મી જુને ઇદના દિવસે રીલીઝ થનાર છે. ફીલ્મની શુટીંગ પણ ચાર પાંચ દિવસમાં જ પુરુ થઇ જશે. હવે ૧૨૫ કરોડના ફિલ્મનો હિરો જેલમાં જશે તો પ્રોડયુસરોના જીવ અઘ્ધર થવાના જ છે.

આ ઉપરાંત સલમાન ૨૦૦ કરોડની ફિલ્મ ભારત પણ કરવાનો હતો. જે તેના હોમ પ્રોડકશનની સૌથી મોંધી ફિલ્મ બનવાની આશા હતી તો સુપરહિત બ્લોકબસ્ટર કિક ટુની સિકવલ પણ સલમાન તૈયાર કરવા માંગતો હતો અને જે ફિલ્મની સૌ કોઇ વાંટ જોઇ રહ્યું  છે દબંગ થ્રી તેના માટે હવે દર્શકોએ પ વર્ષ તો રાહ જોવાની તેૈયારી રાખવી પડશે. ૨૦૧૦ થી સલમાન સતત બીગ બોસ કરે છે. તો આ વખતે સલમાન વગરનું બીગ બોસ કદાચ સુકાયેલી રોટલી જેવું ફિકુ પણ બની શકે છે. નવ વર્ષના અંતર બાદ તેણે દસ કા દમ શો ફરીથી શરુ કરવા ૭૮ કરોડની ડીલ ફાઇનલ કરી છે પણ સલમાનને હાલ ૪૦૦ રૂપિયા સાથે જેલમાં એડજસ્ટ કરવું પડી રહ્યું છે.

ભાઇજાન આજે પણ જેલમાં: જામીનની સુનવણી  આવતીકાલ પર ધકેલાઇ

સેશન કોર્ટમાં સલમાનના જામીન માટેની અરજી પર સુનવણી કરવા અંગે કોર્ટે નિર્ણય લીધો છે. કે ચુકાદો કાલે આવશે માટે સલમાને આજે પણ જેલમાં રહેવું પડશે. સલમાન ખાતે પાંચ વર્ષની જેલની સજા મળ્યા બાદ આજે જામીન માટેની પ્રક્રિયા પહેલા સલમાનની બહેનો અને બોડિગાર્ડ શેરા પણ હાજર રહ્યો હતો સલમાનના વકીલે પોતાને ધમકી મળી હોવાની પણ વાત સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.