જોધપુર સેશન્સ કોર્ટમાં આજે સલમાન ખાનની જામની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આજે સલમાન ખાન અને રાજ્ય સરકારના વકીલની દલીલો સાંભળી લીધી. પરંતુ કોર્ટે આજે વકીલોની દલીલ સાંભળીને ચુકાદો સુરક્ષીત રાખ્યો છે. હવે કોર્ટ દ્વારા આવતી કાલે નિર્ણય સંભળાવામાં આવશે.
સલમાનને આપવામાં આવી છે 5 વર્ષની સજા
20 વર્ષ જૂના કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન સિવાયના બાકીના સ્ટાર્સ સૈફ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com